For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કેસ વધતા હવે મહાનગરોમાં રાત્રે 11 થી 5 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહેશે!

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ભયનો માહોલ છે. દક્ષિણ આફ્રિકામાંથી હાલ દુનિયાના સો આસપાસ દેશોમાં હાલ ફેલાયુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ભયનો માહોલ છે. દક્ષિણ આફ્રિકામાંથી હાલ દુનિયાના સો આસપાસ દેશોમાં હાલ ફેલાયુ છે. હાલ હવે કોરોનાનું આ વેરિઅન્ટ ગુજરાતમાં પણ પહોંચ્યુ છે અને સતત કેસ વધી રહ્યા છે ત્યારે તંત્રએ પગલા લેવાનું શરૂ કર્યુ છે. હવે ગુજરાતમાં મહાનગરોમાં કોરોનાના કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 11 લાગ્યાથી કોરોના કર્ફ્યૂ અમલમાં આવશે.

Curfew

કોરોનાની બીજી લહેર બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકાર અને વિવિધ સ્થાનિક કોર્પોરેશનો દ્વારા ધીરે ધીરે કોરોનાના નિયમોમાં ઢીલ આપવામાં આવી હતી. ત્યારે હવે ફરીથી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે તંત્રને પગલા ભરવા મજબુર કર્યુ છે. હવે ગુજરાતમાં કોરોના કર્ફ્યૂના સમયમાં વધારો કર્યો છે. મહાનગરોમાં હવે રાત્રે 11 વાગ્યા સુધી કર્ફ્યૂ અમલમાં રહે છે. આ પહેલા રાજ્યમાં રાત્રે 12 લાગ્યાથી કોરોના કર્ફ્યૂ અમલમાં આવતો હતો.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં લાંબા ગાળા બાદ કોરોનાના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ગુરૂવારે રાજ્યમાં લાંબા ગાળા બાદ કેસ 100 ને પાર 111 કેસ નોંયા હતા અને 2 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ગુરૂવારે ઓમિક્રોનના એક સાથે 16 નવા કેસ નોંધાયા હતા. જેને પગલે હવે તંત્ર એક્શનમાં જોવા મળી છે. જેને લઈને તંત્રએ હવે કોરોના કર્ફ્યૂમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે, હાલ દુનિયામાં ઓમિક્રોનને પગલે સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિક્ષા બેઠક યોજી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કોરોના માટે તૈયાર રહેવા માટે પણ સૂચન કરવામાં આવ્યુ છે.

English summary
Curfew will be enforced in the state from 11 pm to 5 pm now as Corona's case is increasing!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X