For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10માં વાયબ્રન્ટ સમિટ માટે દિલ્હીમાં કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો, પીએમ મોદી ઉદઘાટન કરશે!

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં યોજાનારી 10માં એડિશન માટે દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં યોજાનારી 10માં એડિશન માટે દેશની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, ગુજરાતે પાછલા બે દાયકામાં પ્રભાવક પ્રોત્સાહક અને ધબકતા વાઇબ્રન્ટ વિકાસ અને અર્થતંત્રની તેજ રફતાર પકડી છે. ગુજરાતમાં બે દશક દરમ્યાન એવું વાઇબ્રન્ટ અર્થતંત્ર વિકસ્યું છે કે દરેક પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી શકે અને બદલાવને યોગ્ય પ્રતિસાદ આપી શકે એમ છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે આ વાયબ્રન્ટ સમિટનો વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપ્યો હતો તેની ભૂમિકા આપી હતી.

Vibrant Summit

આ અવસરે દેશનાં વિવિધ રાજ્યોના વડા, વિશ્વના અન્ય દેશોના વરિષ્ઠ મહાનુભાવ, ગ્લોબલ સીઈઓ, વિવિધ લક્ષી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ વિચારકો અને ભારત સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આ વર્ષની થીમ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત રાખવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રીએ 2020માં આત્મનિર્ભર ભારત માટેનું આહવાન કર્યુ છે. ભારતની સ્ટ્રેન્થ, સ્કિલ અને કેપેસિટીને વિશ્વના ભલા માટે ઉજાગર કરવા આત્મનિર્ભર ભારતના આહ્વાનને સુસંગત આ વર્ષની વાઈબ્રન્ટ સમિટની આ થીમ છે. મુખ્યમંત્રીએ સામાજિક-આર્થિક વિકાસના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે મેળવેલી સિદ્ધિઓની પ્રસ્તુતિ આ અગ્રણી ઉદ્યોગ સંચાલકો સમક્ષ કર્ટેઇન રેઇઝર કાર્યક્રમમાં કરી હતી.

English summary
Curtain Raiser program held in Delhi for 10th Vibrant Summit, PM Modi will inaugurate!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X