Cyclone Biparjoy: લેન્ડફોલ સાથે વિનાશ શરુ, ટંકારિયામાં 150 વર્ષ જૂનુ વૃક્ષ ધરાશાયી, દ્વારકામાં 80 ઝાડ પડયા

Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય આખરે જખૌ બંદર પાસે ટકરાઈ ગયુ. લેન્ડફોલની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. જે આગામી 5 કલાક સુધી ચાલી શકે છે. હાલમાં વાવાઝોડાનો બહારનો ભાગ ટકરાયો છે. હજુ કેન્દ્રબિંદુ પણ ટકરાશે.

લેન્ડફોલની પ્રક્રિયા સાથે જ દ્વારકામાં વિનાશ શરુ થઈ ચૂક્યો છે. 80થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામમાં શિવ મંદિર પાસે 150 વર્ષ જૂનુ વૃક્ષ આંખના પલકારામાં ધરાશાયી થઈ ગયુ.

Cyclone Biparjoy

તોફાની પવન સાથે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. દ્વારકાનો દરિયા તોફાની બન્યો છે. બેટ દ્વારકમાં કિનારે લાંગરેલી બોટો પણ ડૂબવા લાગી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાંથી ઉખડી ગયુ હતુ. કચ્છનો દરિયો પણ તોફાની બન્યો છે.

હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ થયા બાદથી ભારે પવન સાથે વરસાદ વરસવાનુ શરુ થઈ ચૂક્યુ છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં કાચા મકાનોના છાપરા ઉડવા લાગ્યા છે. આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદની સંભાવના છે. સોમનાથ, દ્વારકા સહિતના તમામ મંદિરો આવતીકાલે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લાના કાઠા વિસ્તારના 49 હજારથી વધુ લોકોને સ્થાળાંતર કરવામાં આવ્યા છે તેમજ કચ્છ જિલ્લામાં આવેલી તમામ પવનચક્કી સદંતર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. 17 તારીખ સુધી તમામ પવનચક્કી બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયાં છે તેમજ નદી-નાળાં વરસાદી પાણીથી છલકાયાં છે.

દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે પવન ફૂંકાવાને કારણે અનેક સ્થળો પર વૃક્ષો, વીજપોલ અને શેડ ધરાશાયી થયાં છે. વાવાઝોડા ટકરાયા પછી અમદાવાદમાં પણ સાંજે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. એસજી હાઈવે, ગુજરાત હાઈકોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

તમને જણાવી દઈએ કે કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળક, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X