Cyclone Biparjoy: વાવાઝોડુ બિપરજોય કેમ છે આટલુ ખતરનાક? 1982 પછી નથી આવ્યુ આટલુ ભયંકર તોફાન
Cyclone Biparjoy: અરબ સાગરમાં વાવાઝોડા 'બિપરજોય'એ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યુ છે. તે હાલમાં 165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, પરંતુ જ્યારે તે ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ જખૌ કિનારે ત્રાટકશે ત્યારે તેની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હશે.
આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ભારે તબાહી સર્જાવાની સંભાવના છે. હાલમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને મોરબીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર છે.

નોંધનીય છે કે અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ 'બિપરજોય' આ વર્ષનું પ્રથમ અરબી વાવાઝોડુ છે. જે ખૂબ જ શક્તિશાળી બની ગયું છે. તમને જણાવી દઈએ કે આટલું ગંભીર ચક્રવાત છેલ્લા 31 વર્ષમાં નથી આવ્યું.
ખાસ વાત એ છે કે શરૂઆતમાં આ વાવાઝોડું નબળું પડ્યું હતું પરંતુ ત્યારપછી તેણે જોર પકડ્યું. તમને જણાવી દઈએ કે 1982 પછી દરિયામાં એવું કોઈ વાવાઝોડું આવ્યું નથી, જે આટલા લાંબા સમય સુધી અરબી સમુદ્રમાં રહ્યું અને એટલું શક્તિશાળી બન્યું.
નોંધનીય છે કે આ વાવાઝોડાની ચેતવણી 6 જૂનથી પ્રથમ વખત જાહેર કરવામાં આવી હતી અને તેની અસર 16 જૂન સુધી રહેવાની સંભાવના છે. તે અધવચ્ચે જરા નબળુ પણ પડી ગયુ. 'બિપરજોય'ની ઝડપ 6-7 જૂનના રોજ 55 કિમી પ્રતિ કલાક હતી, આ તેનો પહેલો તબક્કો હતો જ્યારે તેનો બીજો તબક્કો 9-10 જૂનની વચ્ચે હતો જ્યારે તેની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની આસપાસ પહોંચી હતી અને હવે તે 165 કિમી પ્રતિ કલાકની છે. ની ઝડપે આગળ વધી રહી છે.
9 દિવસથી તે સમુદ્રમાં પુરી તીવ્રતા સાથે બનીને ખૂબ જ શક્તિશાળી બની ગયુ છે અને તેના કારણે ભારે વિનાશ સર્જાવાની આશંકા છે. હાલ ગુજરાત પ્રશાસને વાવાઝોડાને પહોંચી વળવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 37000થી વધુ લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે.
સીએમ પટેલે આ અંગે ઘણી સમીક્ષા બેઠકો યોજી છે, જ્યારે કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ માટે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સમીક્ષા બેઠક પણ કરી છે. અત્યારે તોફાન દક્ષિણપશ્ચિમ જખૌ તરફ આગળ વધી રહ્યું છે અને તે હાલમાં કરાંચીથી 380 કિમી દક્ષિણમાં સ્થિત છે.
પરંતુ તેની અસર મુંબઈમાં દેખાવા લાગી છે. હાલમાં દરિયામાં જોરદાર મોજા ઉછળી રહ્યાં છે, અહીં ઉંચી ભરતી છે અને તેના કારણે લોકોને હાલ પૂરતું ગેટવે ઓફ ઈન્ડિયા તરફ આવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ખરાબ હવામાનને કારણે મુંબઈની ઘણી ફ્લાઈટ રદ કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ રેલવેએ પણ 67 જેટલી ટ્રેનો રદ કરી છે.
ગુજરાત, મુંબઈ, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં માછીમારોને 16 જૂન સુધી દરિયામાં જવાથી રોકવામાં આવ્યા છે અને તમામ દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
