Cyclone Biparjoy: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો, અતિ ભારે વરસાદની આગાહી

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડુ 5 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. જો કે તે જરાય નબળુ પડ્યુ નથી અને તેની ઈન્ટેસિટીમાં પણ ઘટાડો થયો નથી તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતુ.

વાવાઝોડુ બિપરજોય જખૌ બંદરેથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમથી 210 કિમીના અંતરે છે. તે આજે સાંજે 145ની ઝડપે ત્રાટકે તેવી સંભાવના છે. આ દરમિયાન આજે વાવાઝોડાના કારણે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain

હવામાન વિભાગ મુજબ મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, સાબરકાંઠા, મહેસાણામાં પણ સામાન્ય વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

તમને જણાવી દઈએ કે બુધવારે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના વસ્ત્રાપુર, શ્યામલ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પણ સાંજે વરસાદ નોંધાયો હતો અને 30થી 35 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ત્રાટકી શકે છે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આજે પોરબંદર અને દ્વારકામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 5 ઈંચ, દ્વારકામાં 4 ઈંચ અને કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના ઉપલેટામાં 2.8 ઈંચ તેમજ અન્ય તાલુકામાં 1થી 2.5 વરસાદ નોંધાયો છે.

પોરબંદરમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અહીં દરિયાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ હતુ. ભાવનગરના સિહોરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાટણ, રાધનપુર, હારીજ, સાંતલપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X