Cyclone Biporjoy Update : અવકાશમાંથી આવું દેખાય છે બિપોરજોય ચક્રવાત, જુઓ વીડિયો
Cyclone Biporjoy Update : બિપોરજોય ચક્રવાત આજે કચ્છના દરિયાકિનારા સાથે ટકરાશે. જેની અસર અત્યારથી જોવા મળી રહી છે. આ સાથે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આ વચ્ચે અંતરિક્ષથી બિપોરજોયની ભયાનક તસવીરો સામે આવી રહી છે. આ તસવીરો યુએઇના અંતરિક્ષ યાત્રી સુલ્તાન અલ નેયાદિએ આ તસવીરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી શેર કરી છે.
સુલતાન અલ નેયાદી દ્વારા કેપ્ચર કરવામાં આવેલા આ વિઝ્યુઅલ્સમાં અરબી સમુદ્ર પર ચક્રવાત દેખાય છે. જે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નેયાદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કર્યો હતો.

તેણે આ વીડિયો પણ ISS પરથી શૂટ કર્યો હતો. તેણે આ વીડિયોમાંથી તોફાનનો નજારો બતાવ્યો અને તમામ લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરી. ટ્વિટર પર તેણે લખ્યું હતું કે, આઈએસએસ ઘણી કુદરતી ઘટનાઓ પર એક અનન્ય પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે, જે હવામાન પર દેખરેખ રાખતા વૈજ્ઞાનિકોને ખૂબ મદદરૂપ થઈ શકે છે.
ચક્રવાત આજે ગુજરાતમાં ત્રાટકશે - ચક્રવાત બિપોરજોય આજે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા અત્યારથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠા તેના સૌથી વધુ જોખમમાં છે, જેના કારણે તેની આસપાસના વિસ્તારોમાં NDRF પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે.
કચ્છમાંથી 46,000 લોકોનું સ્થળાંતર - NDRFએ કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્દેશ હેઠળ કચ્છમાંથી 46,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. NDRFની છ, SDRFની બે અને RPFની ત્રણ ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે. સેનાને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
Watch as a tropical cyclone forms over the Arabian Sea from these views I captured.
— Sultan AlNeyadi (@Astro_Alneyadi) June 13, 2023
The ISS provides a unique perspective on several natural phenomena, which can assist experts on Earth in weather monitoring.🌩️🌀
Stay safe, everyone! pic.twitter.com/dgr3SnAG0F












Click it and Unblock the Notifications
