Cyclone Biparjoy Update : અતિ ગંભીર બન્યું ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય, જાણો 10 અપડેટ

Cyclone Biporjoy Update : ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકિનારાથી 200 કિલોમીટરથી દુર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચક્રવાત બિપોરજોય ગુરૂવારની સાંજ સુધીમાં કચ્છના જખૌ બંદર સાથે ટકરાશે, આ સાથે ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાશે.

બિપોરજોય ચક્રવાતના જોખમને કારણે 74000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટીતંત્રે કચ્છ જિલ્લામાં દરિયાકાંઠાથી શૂન્યથી 10 કિમીની વચ્ચે આવેલા લગભગ 120 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે.

Cyclone Biporjoy Update

ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ, બિપોરજોય 150 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે 'અતિ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS)' તરીકે જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે.

IMDએ જણાવ્યું હતું કે, જેમ જેમ આ શક્તિશાળી વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે તેમ તેમ કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની તીવ્રતા વધશે.

ચક્રવાત પર તેની અપડેટ કરેલી માહિતીમાં, IMD એ જણાવ્યું હતું કે, VSCS બિપોરજોય ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પર 14 જૂન, 2023 ના રોજ IST સવારે 2:30 કલાકે જખૌ બંદરથી 200 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં છે. 15 જૂનની સાંજ સુધીમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના જખૌ બંદર નજીક અને માંડવી અને કરાચી નજીક પાકિસ્તાનના દરિયાકાંઠેથી પસાર થશે.

ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં 72 ગામો દરિયાકાંઠાથી શૂન્યથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા છે, જ્યારે 48 ગામો દરિયાકાંઠાથી પાંચથી 10 કિલોમીટરના અંતરે આવેલા છે. અમે આ દરિયાકાંઠાના ગામડાઓમાંથી લગભગ 40,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 74,345 લોકોને કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ એમ આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં અસ્થાયી આશ્રય શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે.

સરકારના જણાવ્યા અનુસાર, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 15 ટીમો, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની 12 ટીમો, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો અને રાજ્ય વીજળી વિભાગની 397 ટીમો વિવિધ દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ ઉપરાંત NDRFની ચાર ટીમો અને SDRF, આર્મી, કોસ્ટ ગાર્ડ અને BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની પાંચ ટીમ ચક્રવાત બાદ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર છે. પોસ્ટ વર્ક જેવા કે પાવર સપ્લાય, મોબાઈલ નેટવર્ક અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે પુનઃસ્થાપન માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે.

આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર અને ગીર સોમનાથના સોમનાથ મંદિરને ગુરુવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે, ચક્રવાતના લેન્ડફોલ દરમિયાન, દરિયામાં ખગોળીય ભરતીથી લગભગ બે-ત્રણ મીટર ઊંચા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ ત્રણથી છ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. બિપોરજોય મે 2021માં 'તૌકતે' બાદ ગુજરાતમાં ત્રાટકનારું બીજું ચક્રવાતી તોફાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X