For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરમ પડ્યું નિલોફર વાવાઝોડું, નલીયાથી 560 કિ.મી દૂર

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 ઓક્ટોબરઃ ગુજરાતના તટીય વિસ્તાર પર ખાસ કરીને કચ્છ, જામનગર, રાજકોટ અને પોરબંદર પર મંડરાઇ રહેલી નિલોફર વાવાઝોડાની અસર ધીમે ધમી ઓછી થઇ રહી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જોકે, અસર ઓછી થઇ રહી હોવા છતાં રાજ્ય સરકાર તેને હળવાશથી લઇ રહી નથી અને સરકારે તમામ તટીય વિસ્તારોમાં રાજ્યનું તંત્ર, એનડીઆઇરએફની ટીમો અને એરફોર્સને સંભવિત ખતરા સામે સુસજ્જ કરવામાં આવ્યા છે.

nilofar-kutch-gujarat
નિલોફર વાવાઝોડાની છેલ્લી 24 કલાકની હિલચાલના આધારે એવુ માનવામાં આવી રહ્યું છેકે વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી તો રહ્યું છે, પરંતુ તે જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વિખેરાઇ પણ રહ્યું છે. જેના કારણે તેની અસર ગુજરાતને ઓછી થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વાવાઝોડાંના પગલે સમગ્ર રાજ્યના વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે અને આગામી બે દિવસમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.

છેલ્લા ત્રણ કલાકની વાવાઝોડાની સ્થિતિમાં પણ ઘણા ઉતાર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે વાવાઝોડું ગુજરાત તરફ અને ખાસ કરીને કચ્છ તરફ ધસી રહ્યું છે તેની સાથે તેની તાકાત પણ ઘટી રહી છે. જે પ્રમાણે નિલોફર વાઝોડાનું ચક્રવાત દરિયામાં બન્યું હતું તેની તાકાતમાં હવે ઘટાડો નોંધાયો છે. છેલ્લા ત્રણ કલાકની સ્થિતિ પર નજર કરતા સ્પષ્ટ થાય છે કે, વાવાઝોડું નબળું પડી રહ્યુ છે.

વાવાઝોડાની સ્થિતિમાં સતત ઘણો ઉતાર જોવા મળી રહ્યો છે. જે પ્રકારે વાવાઝોડું ગુજરાત તરફ અને તેમાં પણ ખાસ કરીને કચ્છ તરફ ધસી રહ્યું છે, તેની સાથે તેની શક્તિ પણ ઘટી રહી છે. જે પ્રકારનું નિલોફર વાવાઝોડાનું ચક્રાવાત અરબી સમુદ્રમાં બન્યું હતું તેમાં ઘણો જ ઘટાડો જોવા મળ્યો છે. વાવાઝોડાનું જોર ઘટવાની સાથોસાથ પવનની ગતિમાં પણ ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વાવાઝોડું નલીયાથી 560 કિ.મી દૂર છે. માનવામાં આવી રહ્યું છેકે વાવાઝોડું જ્યારે દરિયા કિનારા સાથે ટકરાશે ત્યારે 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

વાવાઝોડાંના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે, તેમજ વોર્નિંગ સિગ્નલ તટીય વિસ્તારોમાં આપી દેવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદમાં દરિયા નજીક રહેતા 100 પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 15 હજાર જેટલા અગારિયાઓએ કચ્છના નાના રણમાંથી સ્થળાંતર કર્યું છે.

English summary
Cyclone Nilofar weakens further but Gujarat remains on alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X