ઓખીને કારણે ઠેર ઠેર વરસાદથી ઉભા પાકને નુકસાન,ખેડૂતો ચિંતામાં

Subscribe to Oneindia News

ઓખીની ઘાત ગુજરાત પરથી ટળી ગઈ છે પરંતુ ઓખી વાવાઝોડાને કારણે સર્જાયેલા હવાના દબાણને કારણે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો.અને મગફળી તથા કપાસના પાકને નુકસાન થયુ છે તેમજ માર્કેટ યાર્ડમાં રાખેલો ઘણો માલ પણ પલળી ગયો છે. ખાસ કરીને અરવલ્લી, અને ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, પાટણ, મહેસાણામાં ખેડૂતો ચિંતિત થયા છે. જોકે જેમણે જીરુની ખેતી કરી છે તેવા ખેડૂતોએ જણાવ્યું હતુ કે તેમના માટે આ ઝરમર વરસાદ ફાયદાકરાક રહ્યો છે પરંતુ જેણે મગફળીનો પાક લઇને ખુલ્લામાં સંગ્રહ કર્યો હશે તેને મોટા પાયે નુકસાન જશે.

Gujarat

ખેડૂતોને ખાસ કરીને કપાસ અને મગફળીના પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. જો રોકડિયા પાક છે. જેમકે ઇસબગુલ વરિયાળી એરંડાને તેમજ ફળફળાદિ પાકોને પણ વ્યાપક નુકસાન થઈ રહ્યું છે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આજે પણ ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓખીથી અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી રાહત આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. અને સર્વે કરીને નુક્શાની વેઠી રહેલા ખેડૂતોને મદદ કરવાની વાત કરી છે.

English summary
Cyclone Ockhi : Gujarat farmers suffer heavy loss due to cyclone. read more detal here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.