For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: વાવાઝોડાથી વિનાશના દ્રશ્યોઃ હજારો વૃક્ષો પડ્યા, ભારે વરસાદથી વિજળી ડુલ, દિવસે પણ અંધારુ

અરબ સાગરમાં આવેલ વાવાઝોડુ 'તૌકતે' ગુજરાતમાં ભારે નુકશાન પહોંચાડી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અરબ સાગરમાં આવેલ વાવાઝોડુ 'તૌકતે' ગુજરાતમાં ભારે નુકશાન પહોંચાડી રહ્યુ છે. અહીંના મોટાભાગના જિલ્લાઓમાં ઝડપી પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. વાવાઝોડાના કારણે વૃક્ષો પડી રહ્યા છે. વસ્તી જ નહિ પરંતુ પશુ-પક્ષીઓમાં પણ કોહરામ મચેલો છે. અમરેલીના રાજુલામાં 200થી વધુ વૃક્ષો પડી ગયા છે. મોટી સંખ્યામાં વાહનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ કે આ વાવાઝોડુ બપોરે 3 વાગે અમદાવાદ પાસેથી પસાર થશે.

21 જિલ્લામાં મૂસળધાર વરસાદ

21 જિલ્લામાં મૂસળધાર વરસાદ

ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાથી થયેલ નુકશાનના ફોટા અને વીડિયો સામે આવ્યા છે. તમે જોઈ શકો છો કે કેવી અસર થઈ છે. વાંસદાના કણધા ગામમાં એકલવ્ય કુમાર છાત્રાલયના લગભગ 150 પતરા ઉડી ગયા છે.

મોટી સંખ્યામાં વૃક્ષો પડ્યા

મોટી સંખ્યામાં વૃક્ષો પડ્યા

સુરતના ઉધનામાં પણ વરસાદ ચાલુ છે. તેજ હવા અને વરસાદના કારણે રાત જેવા દ્રશ્યો સર્જાયા છે. વાવાઝોડાના કારણે વૃક્ષો ઉખડી ગયા છે.

જનજીવન અસ્તવ્યસ્ત

જનજીવન અસ્તવ્યસ્ત

ચક્રવાતના કારણે ભારે વરસાદ થયો જેના કારણે ઘણા જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ. રાજકોટમાં પણ વાવાઝોડાથી સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને છાપરા ઉડી ગયા.

ઘણા ફૂટ સુધી પાણી ભરાયુ

ઘણા ફૂટ સુધી પાણી ભરાયુ

લગભગ 4 વાગે વરસાદે કાંઠાના વિસ્તારોમાં ભારે નુકશાન પહોંચાડ્યુ. ઘણા ફૂટ સુધી પાણી ભરાઈ ગયુ. માછીમારોની નૌકાઓ વહી ગઈ. ઘણી વસ્તીઓમાં ઠેર ઠેર કીચડ થઈ ગયો.

રસ્તા ખરાબ થઈ ગયા, કીચડ જમા

રસ્તા ખરાબ થઈ ગયા, કીચડ જમા

ગામ-કસ્બાને જોડતા રસ્તા ખરાબ થઈ ગયા. આ ઉપરાંત ઉત્તરી ગુજરાતમાં વાવાઝોડાથી વાતાવરણ ધૂમ્મસભર્યુ થઈ ગયુ.

આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદમાંથી પસાર થશે વાવાઝોડુ 'તૌકતે'આગામી બે-ત્રણ કલાકમાં અમદાવાદમાંથી પસાર થશે વાવાઝોડુ 'તૌકતે'

સ્થાનિક વિસ્તારો વધુ પ્રભાવિત

સ્થાનિક વિસ્તારો વધુ પ્રભાવિત

પોરબંદરના એક સ્થાનિક નિવાસીએ કહ્યુ કે, 'અરબ સાગરમાં શરૂ થયેલ વાવાઝોડા તૌકતેની અસર ગુજરાતના કાંઠાના વિસ્તારો પર વધુ થઈ રહી છે.'

English summary
Cyclone tauktae effect in gujarat: Cyclonic Storm Tauktae hits many districts, heavy rain Visuals from Gujarat, watch Cyclone Video, Photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X