For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: દીવથી વાવાઝોડું 220 કિમી દૂર, આ વિસ્તારો પ્રભાવિત થશે

Cyclone Tauktae: દીવથી વાવાઝોડું 220 કિમી દૂર, આ વિસ્તારો પ્રભાવિત થશે

|
Google Oneindia Gujarati News

અરબી સમુદ્રમાંથી ઉઠેલ વાવાઝોડું તૌકતે બહુ તેજીથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના અમદાવાદ સ્થિત સેંટરે જણાવ્યું કે વાવાઝોડું હવે દીવથી 220 કિમી દૂર છે. જેમ જેમ આ ભૂ-ભાગ તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ તાકાતવર બની રહ્યું છે. જેને કારણે કેરળ, મહારાષ્ટ્ર અને ગોવામાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતના 17 જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

cyclone

હવામાન વિભાગની અમદાવાદ સ્થિત વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, તૌકતે ચક્રવાત હાલ દીવથી 220 કિમી દૂર છે. તેમણે કહ્યું કે, "સાંજ સુધી ચક્રવાત ગુજરાતના તટ પર અથડાઈ શકે છે. અનુમાન છે કે તે વાવાઝોડું આવશે તે સમયે પવનની ગતિ 160-170 કિમી પ્રતિ કલાક રહેશે." મનોરમાએ કહ્યું કે, "આ વાવાઝોડાની વધુ અસર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર પર પડશે. વલસાડ અને નવસારીમાં પણ ખુબ વરસાદ થવાની આશંકા છે. "

મોહંતીએ કહ્યું કે, રાહત અને બચાવ દળની ટીમ તટીય વિસ્તારમાં તૈનાત છે અને માછીમારોને સમુદ્રમાં જવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. એવું લાગી રહ્યું છે કે તમામ જિલ્લામાં વરસાદ થતો રહેશે. જ્યારે હવામાન વિભાગના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ચક્રવાતી તોફાન દરમિયાન ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આશંકા છે. કેરળ, કર્ણાટક, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Cyclone Tauktae: IMDએ તૌકતેને અત્યંત ગંભીર વાવાઝોડુ ઘોષિત કર્યુ, જાણો અત્યાર સુધીની મોટી અપડેટCyclone Tauktae: IMDએ તૌકતેને અત્યંત ગંભીર વાવાઝોડુ ઘોષિત કર્યુ, જાણો અત્યાર સુધીની મોટી અપડેટ

ગુજરાત, મહારાષ્ટ્ર અને દીવ ઉપરાંત ગોવાની સરકાર પણ તૈયારીમાં લાગી છે. આજે ગુવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ચક્રવાતના પ્રભાવ અને સંભાવિત તબાહીને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી. મુંબઈ પોલીસે કહ્યું કે, જળભરાવના કારણે અંધેરી સૌથી અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે અને લોકોને જરૂર વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

English summary
Cyclone Tauktae: Hurricane 220 km away from Diu, these areas will be affected. દીવથી વાવાઝોડું 220 કિમી દૂર, આ વિસ્તારો પ્રભાવિત થશે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X