For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Cyclone Tauktae: ગુજરાત-દિવસનું આજે હવાઈ સર્વેક્ષણ કરશે પીએમ મોદી

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન તૌકતે હવે રાજસ્થાન તરફ ચાલ્યું ગયું છે. સોમવારે ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી, તે પહેલાં વાવાઝોડાએ કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે પોતાના ત

|
Google Oneindia Gujarati News

અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન તૌકતે હવે રાજસ્થાન તરફ ચાલ્યું ગયું છે. સોમવારે ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી, તે પહેલાં વાવાઝોડાએ કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે નુકસાન કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આ વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં ભારે વરસાદની આશંકા છે, આ કારણે રાજ્યના 8 જિલ્લામાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આજે પીએમ નરેન્દ્ર મોદી વાવાઝોડાથી થયેલા નુકસાનનું સર્વેક્ષણ કરવા ગુજરાત અને દીવ આવશે.

હવાઈ સર્વેક્ષણ કરશે પીએમ મોદી

હવાઈ સર્વેક્ષણ કરશે પીએમ મોદી

પીએમ મોદી આજે ગુજરાત અને દીવનું હવાઈ સર્વેક્ષણ કરશે અને તે બાદ અમદાવાદમાં સમીક્ષા બેઠકનો ભાગ બનશે. પીએમ મોદી આજે સવારે 11 વાગીને 30 મિનિટ સુધી ભાવનગરના એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી ભાવનગર, અમરેલી, ગિર સોમનાથ અને દીવનું હવાઈ સર્વેક્ષણ કરશે. જણાવી દઈએ કે આ જગ્યાએ જ વાવાઝોડાએ ભારે ઉત્પાત મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોત થયાં છે અને ઘણું આર્થિક નુકસાન થયું છે. એટલું જ નહિ 40 હજાર જેટલાં ઝાડ ઉખડી ગયાં છે અને 16500 ઘર પ્રભાવિત થયાં છે અને લાખો લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં અલર્ટ

રાજસ્થાનમાં અલર્ટ

સાઈક્લોન તૌકતે હવે રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. જેને કારણે ચિતૌડગઢ, ડૂબંગરપુર, પ્રતાપગઢ, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, જલોર અને પાલીમાં ભારે વરસાદનું અલર્ટ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે વાવાઝોડાના કારણે આ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન તેજ પવન ફૂંકાઈ શકે છે. જયપુરે નાગૌર માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે.

અહીં પણ થઈ શકે વરસાદ

અહીં પણ થઈ શકે વરસાદ

વાવાઝોડાના કારણે દિલ્હી, યુપી, એમપી, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢમાં હળવાથી ભારે વરસાદ થવાનું અનુમાન છે.

નેપાળના પોખરામાં 5.3ની તીવ્રતાના ભૂકંપના તેજ ઝાટકાનેપાળના પોખરામાં 5.3ની તીવ્રતાના ભૂકંપના તેજ ઝાટકા

હવામાન વિભાગે યુપીના 19 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે જ્યારે હવામાન ખાતાએ કહ્યું કે 19 મેથી લઈ આગલા ત્રણ દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે અહીં અલર્ટ જાહેર કર્યું છે.

English summary
Cyclone Tauktae: PM Narendra Modi to visit gujarat and Diu today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X