ગુજરાત પર ફરીથી મંડરાયો તોફાન ‘વાયુ' નો ખતરો, આ દિવસે દઈ શકે દસ્તક
ગુજરાતમાં ચક્રવાતી તોફાન ‘વાયુ'ની દિશા બદલાયા બાદ રાજ્યની વિજય રૂપાણી સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ‘વાયુ'નો ખતરો ફરીથી પાછો આવી ગયો છે.
ગુજરાતમાં ચક્રવાતી તોફાન 'વાયુ'ની દિશા બદલાયા બાદ રાજ્યની વિજય રૂપાણી સરકાર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ 'વાયુ'નો ખતરો ફરીથી પાછો આવી ગયો છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક મોટા અધિકારીએ જણાવ્યુ કે ચક્રવાત 'વાયુ'નો ખતરો હજુ યથાવત છે અને તેણે પોતાની ધરી બદલી દીધી છે. અધિકારીએ જણાવ્યુ કે આ તોફાન પાછુ આવી રહ્યુ છે અને 17-18 જૂનના રોજ ગુજરાતના કચ્છમાં ફરીથી ટકરાઈ શકે છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે જ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ઘોષણા કરી હતી કે ચક્રવાતી તોફાન 'વાયુ'થી રાજ્યને હવે કોઈ ખતરો નથી કારણકે તે પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે. એવામાં 'વાયુ' તોફાન વિશે નવી માહિતીએ સરકાર અને લોકોની ચિંતા ફરીથી વધારી દીધી છે.
આ પણ વાંચોઃ નીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલં

ગુજરાત સરકારને આપવામાં આવી માહિતી
કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલય મુજબ, ચક્રવાતી તોફાન ‘વાયુ' 17 અને 18 જૂનના રોજ ગુજરાતના કચ્છ સાથે ગમે ત્યારે ટકરાઈ શકે છે. જો કે જણાવવામાં આવી રહ્યુ છે કે આ વખતે ‘વાયુ'ના તીવ્રતા એટલી નહિ હોય. ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ રાજીવે જણાવ્યુ કે વાયુ ચક્રવાતના ખતરાથી હજુ સુધી બચી શકાયુ નથી. આની તીવ્રતા નિશ્ચિત રૂતે ઘટી રહી છે પરંતુ આના કારણે ગુજરાતના કચ્છ સાથે ટકરાવાની શંકા યથાવત છે. ગુજરાત સરકારને પણ આ ચક્રવાતી તોફાનના ફરીથી આવેલા ખતરા વિશે અવગત કરી દેવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર દરેક સંભવ ઉપાયો કરવામાં લાગી ગઈ છે.

ફરીથી એલર્ટ પર
રાહત અને બચાવ ટીમ કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલય તરફથી જાહેર કરાયેલ નવી ચેતવણી બાદ રાહત તેમજ બચાવ અભિયાન માટે જે કર્મચારીઓ તેમજ અધિકારીઓને પાછા બોલાવવામાં આવ્યા હતા તેમને ફરીથી તૈનાત કરવામાં આવી રહ્યા છે.

બુધવારે રાતે બદલી હતી ‘વાયુ'એ પોતાની ધરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે ચક્રવાતી તોફાન ‘વાયુ'ના ગુજરાત કિનારે ટકરાવાની આશંકા હતી પરંતુ બુધવારે અડધી રાતે ‘વાયુ' પોતાની ધરી બદલીને ઓમાન તરફ વળી ગયુ. ‘વાયુ' ના કારણે ગુજરાતના ગિર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદરના કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ થવા સાથે સમુદ્ર ઉછળવાના કારણે ઉંચી લહેરો ઉઠી હતી. ચક્રવાતી તોફાન ‘વાયુ'નું સંકટ ટળ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોષણા કરી હતી કે પ્રભાવિત 10 જિલ્લાના ત્રણ લાખ લોકોને તેમના ઘરે પાછા મોકવામાં આવશે.












Click it and Unblock the Notifications
