For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિ પંચની બેઠક આજે, મમતા બેનર્જી-કેસીઆર નહિ થાય આ મીટિંગમાં શામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી બેઠકની અધ્યક્ષતા કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગવર્નિંગ કાઉન્સિલની આ પહેલી બેઠક હશે. વળી, આ બેઠકમાં શામેલ થવાનો પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઈનકાર કરી દીધો છે. જ્યારે તેલંગાનાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ પણ નીતિ પંચની બેઠકમાં શામેલ નહિ થાય.

pm modi

મમતા બેનર્જીએ પહેલેથી જ નીતિ પંચની બેઠકમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે પીએમ મોદીને પત્ર લખીને નીતિ પંચની બેઠકમાં શામેલ ન થવાના પોતાના નિર્ણયથી અવગત કરાવ્યા હતા. પીએમને લખેલી પોતાની ચિઠ્ઠીમાં મમતા બેનર્જીએ કહ્યુ હતુ કે નીતિ પંચ પાસે ના તો કોઈ નાણાંકીય અધિકાર છે અને ના રાજ્યની યોજનાઓ સમર્થન આપવાની શક્તિ છે. એવામાં મને નથી લાગતુ કે બેઠકમાં આવવુ મારા કે પશ્ચિમ બંગાળ માટે કોઈ રીતે લાભકારી હશે. એટલા માટે મે બેઠકમાં શામેલ ન થવાનો નિર્ણય કર્યો છે.

વળી, તેલંગાનાના સીએમ પણ આ બેઠકમાં શામેલ નહિ થાય. જણાવવામાં આવી રહ્યુ છે કે તેલંગાનામાં એક સિંચાઈ પરિયોજનાના ઉદઘાટનની તૈયારીઓમાં કેસીઆર વ્યસ્ત છે. તેમણે પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો હતો પરંતુ પીએમઓ તરફથી સમય મળી શક્યો નહોતો. લોકસભા ચૂંટણી બાદ કેસીઆર અને પીએમ મોદીની મુલાકાત થઈ નથી. કેસીઆર શપથ ગ્રહણ સમારંભમાં પણ શામેલ થયા નહોતા. વળી, આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ નીતિ પંચની બેઠક પહેલા ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી. વળી, મીટિંગમાં સીએમ નીતિશ કુમાર ઘણા વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરતા રહે છે.

આ પણ વાંચોઃ આ ગામોના પરિવારોએ ગિરવી મૂક્યા પોતાના બાળકો, કિંમત વસૂલી દોઢથી બે હજારઆ પણ વાંચોઃ આ ગામોના પરિવારોએ ગિરવી મૂક્યા પોતાના બાળકો, કિંમત વસૂલી દોઢથી બે હજાર

English summary
mamata banerjee and KCR will not attend the NITI Ayog meet chaired by pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X