For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં દલિત ઉપસરપંચની ધોળે દિવસે હત્યા

ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. સરકારના લાખો પ્રત્યન છતાં પણ આ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. સરકારના લાખો પ્રત્યન છતાં પણ આ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં જાલીલા ગામના સરપંચના પતિ ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની હત્યા કરી દેવામાં આવી છે. તેમની પત્ની સરપંચ છે. સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કર્યો છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાનીએ પોલીસ પર સુરક્ષા પૂરી નહીં પાડવાનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો: વીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી

રસ્તામાં હુમલો કર્યો

રસ્તામાં હુમલો કર્યો

મળતી ખબર અનુસાર, રાણપુર તહેસીલના જાલીલામાં જનરલ સીટથી ચૂંટાયેલા ઉપસરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકી પર અચાનક રસ્તામાં હુમલાખોરોએ હુમલો કર્યો. જગ્યાથી મનજીભાઈની બાઈક તૂટેલી હાલતમાં મળી આવી. પરિજનોએ ચોકીમાં ફરિયાદ નોંધાવતા કેટલાક વિડિઓ રજુ કર્યા જે હુમલા પછીના છે. આ વીડિયોમાં ઘાયલ મનજીભાઇ જણાવી રહ્યા છે કે ગામના જ કેટલાક અજ્ઞાત લોકોએ તેમના પર હુમલો કર્યો છે. હુમલાખોરોએ કારથી તેમનો પીછો કર્યો અને તેમને ટક્કર મારી દીધી. ત્યારપછી તેમની પીટાઈ કરી અને ધારદાર હથિયારથી તેમના પર હુમલો કર્યો. ઘાયલ મનજીભાઈને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યાં તેમની મૌત થઇ ગઈ.

જીગ્નેશ મેવાનીએ પોલીસ પર આરોપ લગાવ્યો

જીગ્નેશ મેવાનીએ પોલીસ પર આરોપ લગાવ્યો

દલિત સરપંચની મૌત પર જીગ્નેશ મેવાનીએ સોશ્યિલ મીડિયા માધ્યમથી પોલીસ પર સુરક્ષા નહીં આપવાનો આરોપ લગાવ્યો છે. તેમને આરોપ લગાવ્યો છે કે મૃતકને પોતાના પર હુમલો થવાની આશંકા હતી. તેમને થોડા દિવસ પહેલા ડીજીપી સાથે મળીને પોલીસ સુરક્ષાની પણ માંગ કરી હતી, પરંતુ પોલીસે તેમને સુરક્ષા નહીં આપી.

ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી

ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી

પહેલા પણ અમરેલીના વડસાળા ગામમાં સરપંચ જયસુખ માધડની હત્યાને કારણે સમુદાયમાં રોષ ભડકી ઉઠ્યો હતો. આ મામલે વિધાનસભામાં પણ ચર્ચા થઇ. આવી જ વધુ ઘટના આવ્યા પછી પોલીસ સતર્ક થઇ ગઈ. હાલમાં પોલીસ મનજીભાઇ કેસમાં જોડાઈ ચુકી છે.

English summary
Dalit Leader murdered in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X