Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીડિયો: ગુજરાતમાં હોસ્પિટલના ધાબેથી કૂદી રહેલી મહિલાને આ રીતે બચાવી

ગુજરાતના જૂનાગઢમાં સરકારી હોસ્પિટલના ધાબા પર ચઢીને મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે નીચે કૂદવા લાગી ત્યારે તે હાજર રહેલી ચોકીદાર તેને રોકવા લાગ્યો.

ગુજરાતના જૂનાગઢમાં સરકારી હોસ્પિટલના ધાબા પર ચઢીને મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તે નીચે કૂદવા લાગી ત્યારે તે હાજર રહેલી ચોકીદાર તેને રોકવા લાગ્યો. પરંતુ તે કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર ના હતી. ચોકીદારે તેને વાતોમાં ફસાવીને બે યુવકોને ધાબા પર મોકલ્યા. યુવક ધાબા પર પહોંચી ગયા અને નજીક પહોંચીને મહિલાને એક ઝાટકે પકડી લીધી. આ રીતે મહિલાનો જીવ બચી ગયો. હવે આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતી યુવકે અમેરિકન યુવતીને ફસાવીને 50 લાખ રૂપિયા પડાવ્યા

મહિલાને બચાવી

મહિલાને બચાવી

આ વીડિયોમાં જોઈ શકાય કે ચોકીદારે બીજા બે યુવકોની મદદથી મહિલાને આત્મહત્યા કરતા રોકી દીધી હતી. તેની સાથે મહિલાને નીચે ઉતારવામાં આવી. હોસ્પિટલમાં દાખલ મહિલા ઘ્વારા આવો પ્રયાસ કેમ કરવામાં આવ્યો તેના વિશે હજુ સુધી કોઈ પણ માહિતી નથી મળી શકી.

ધાબા પર પહોંચી અને ત્યાંથી કૂદવા લાગી

ધાબા પર પહોંચી અને ત્યાંથી કૂદવા લાગી

આ મહિલાને કોઈ બીમારીને કારણે હોસ્પિટલના પાંચમા માળે એડમિટ કરવામાં આવી હતી. શનિવારે મહિલા અચાનક હોસ્પિટલના ધાબા પર પહોંચી ગઈ અને ત્યાંથી કુદવાનો પ્રયાસ કરવા લાગી. ત્યારે જ હોસ્પિટલના ચોકીદારે મહિલાને જોઈ લીધી, જેને કારણે તેને કેટલાક યુવકો પાસે મદદ માંગી.

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ચોકીદારની મદદ સાંભળીને આ યુવકો ધાબા પર પહોંચી ગયા અને મહિલાને વાતોમાં ફસાવીને ગમે તેમ કરીને ઉપર ખેંચી લેવામાં આવી. આ ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા. જેમાંથી કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. લોકો આ વીડિયો જોઈને યુવકો અને ચોકીદારના વખાણ કરી રહ્યા છે. પોલીસ હજુ સુધી આ મહિલા અંગે કોઈ જ માહિતી નથી આપી શકી. બે દિવસ પહેલા જ આ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ આ પહેલા પણ આ મહિલા આત્મહત્યા કરવાના પ્રયાસ કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X