For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી યુવકે અમેરિકન યુવતીને ફસાવીને 50 લાખ રૂપિયા પડાવ્યા

ગુજરાતમાં વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા એક યુવકએ અમેરિકન યુવતીને ઇમોશનલી બ્લેકમેઇલ કરી હતી. યુવકે તેની પાસેથી પચાસ લાખ રૂપિયા પડાવી લીધા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા એક યુવકએ અમેરિકન યુવતીને ઇમોશનલી બ્લેકમેઇલ કરી હતી. યુવકે તેની પાસેથી પચાસ લાખ રૂપિયા પડાવી લીધા. તેમની સાથે ચેટિંગ ચાલુ રાખીને તેને વિશ્વાસમાં લીધી અને કહ્યું કે, 'હું દેવામાં ડૂબી ગયો છું! જો તું મદદ નહિ કરશે તો, મારે આત્મહત્યા કરવા માટે વિવશ થવું પડશે. હું સુસાઇડ નોટમાં લખીશ કે તારા કારણે હું આ પગલાં લઈ રહ્યો છું. ફક્ત તને જ નહીં પણ તારા આખા પરિવારને પણ આ માટે જવાબદાર ગણાવીશ. 'આ રીતે તે યુવતી તેને રૂપિયા આપતી રહી. એક દિવસ યુવતીના કાકાને તેની ખબર પડી ગઈ.

આ પણ વાંચો: ગુજરાતના બાપ-બેટાએ દેશભરમાં 30 કંપનીઓ ખોલી, કરોડો રૂપિયાનો ગોટાળો

બહેન દ્વારા અમેરિકન ગર્લ સાથે ફ્રેન્ડશીપ કરી

બહેન દ્વારા અમેરિકન ગર્લ સાથે ફ્રેન્ડશીપ કરી

યુવતીના કાકાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ગુજરાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બે યુવાનોની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા મુજબ કારેલીબાગના કોન્ટ્રાક્ટર બંકિમ પટેલનો ભાઈ પ્રવીન યુએસએના મિસિંગનમાં રહે છે. તેમણે તેમની બહેન સ્વાતી પાટનીને નાગરવાડામાં સ્થિત તેનું ઘર રહેવા માટે આપ્યું હતું. જેના કારણે સ્વાતી બેનની પુત્રી ખુશી પ્રવીણની પુત્રી જેસીકાના સંપર્કમાં આવી. ખુશીએ જેસિકાની ઓળખાણ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા ચિરાયુ પટેલ સાથે કરાવી. ત્યારથી જ જેસિકા અને ચિરાયુ વચ્ચે સોશિયલ મીડિયા પર વાતચીત થવા લાગી.

બહાનું કરીને પડાવી લીધી રકમ

બહાનું કરીને પડાવી લીધી રકમ

ચિરાયુએ જેસિકાને ઇમોશનલી ફસાવવાનું શરૂ કર્યું. પહેલા તેની માતાની માંદગીના ઉપચારના બહાને 2 લાખ રૂપિયા લીધા. પાછળથી આ પ્રક્રિયા ચાલુ રહી. અને જુદા જુદા બહાનાથી પૈસા મંગાવતો રહ્યો. ત્રણ વર્ષની મિત્રતામાં, તેણે પોતાના અને મિત્ર ભરત પટેલના ખાતામાં કુલ પચાસ લાખથી વધુ રકમ મંગાવી. થોડા દિવસો પહેલા, જેસિકા પાસે ફરીથી પૈસાની માંગ કરી તો તેણીએ આપવાની ના પાડી દીધી.

પછી જ્યારે યુવતીએ તેના કાકાને કહ્યું

પછી જ્યારે યુવતીએ તેના કાકાને કહ્યું

જેસિકાએ પૈસા આપવાની ના પાડી દીધી તો ચિરાયુએ તેને ધમકી આપી કે, 'હું દેવામાં ડૂબી ગયો છું! જો તું મદદ નહિ કરશે તો, મારે આત્મહત્યા કરવા માટે વિવશ થવું પડશે. હું સુસાઇડ નોટમાં લખીશ કે તારા કારણે હું આ પગલાં લઈ રહ્યો છું. ફક્ત તને જ નહીં પણ તારા આખા પરિવારને પણ આ માટે જવાબદાર ગણાવીશ'. પછી તે સુસાઇડ નોટની ચિઠ્ઠીઓ જેસિકાને મોકલવા લાગ્યો. તેની ધમકીઓથી ગભરાયેલી, જેસિકાએ અંતે તેના કાકાને તમામ હકીકતો જણાવી. પછી કેસ પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે ચિરાયુ અને ભરતની ધરપકડ કરી હતી.

English summary
Gujarati Boy Blackmail american Girl, 50 Lakh Rs scam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X