તસવીરો: ગુજરાતમાં ફરીથી મેઘમહેર, ડેમ થયા ઓવરફ્લો...
કડાણા ડેમમાં થી 4-5 લાખ ક્યૂસેક પાણી છોડવમાં આવતા વણાકબોરી ડેમ 13 ફૂટ ઓવરફ્લો. હાલની સપાટી 233-50 ફૂટ છે અને 236 ફૂટ ઊપર વ્હાઇટ સિંગ્નલ છે.
વણાકબોરીમાથી 2 લાખ ક્યૂસેક પાણીની જાવક મહીસાગર નદીમા જતા જળ સપાટી વધી. મહીસાગરના કાંઠા ગાડાના 11 ગામોને સાવધ કરવામાં આવ્યા. સરપંચ તલાટીને ગામમા રહેવા સૂચન કરવામાં આવ્યું છે. ગડ્તેશ્વર મહીસાગર નદી ઊપરનો સાવલીને જોડતો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી છોડાયેલ પાણીના પગલે કડાણા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે અને તેના પગલે ફ્લડ કંટ્રોલ વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી 4 લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોની સાથે સાથે પંચમહાલ જિલ્લાના શહેરા અને ગોધરા તાલુકાના 18 જેટલા ગામોને એલર્ટ કરવા માં આવ્યા છે.
જાણો કયા કયા તાલુકાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

શહેરા તાલુકાના 12 ગામ
1- ખારોલ
2- બીલીથા
3- હડકાઇ માતાના મુવાડા
4- રમાડી

શહેરા તાલુકાના 12 ગામ
5- ભીમથલ
6- નવી બોરડી
7- નાથુજીના મુવાડા
8- વલ્લભપૂર

શહેરા તાલુકાના 12 ગામ
9--પોયડા
10--વાડી
11--બોરડી
12--વાંકા

ગોધરા તાલુકા
1--નદીસર
2-કાબરિયા
3-જુનીધરી

ગોધરા તાલુકા
4--નાનીધરી
5--નોધારા
6--ટીમ્બા












Click it and Unblock the Notifications
