ડાંગમાં મૃત બાળમજૂર માટે ન મળી શબ વાહિની, ખભે લઇને ચાલ્યા સ્વજનો
ડાંગ જિલ્લાના મુખ્ય મથક ગણાતા વઘઈ તાલુકામાં એક મૃત બાળક માટે શબ વાહિની કે એમ્બ્યુલ્ન્સ ન મળાત તેના સ્વજનો તેને ખભે ઉચંકીને જવું પડ્યું. રોજીરોટી મેળવવા આવેલા પંચમહાલ દાહોદના બાળ મજૂર મિનેશ કેશભાઈ પલાસ (ઉ.વ. 14)ની તબિયત લથડતા તેને વઘઈ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ પરિસ્થિતિમાં બાળક જ્યાં કામ કરતો હતો તે મુકાદમ તેને ખભે નાખીને જ સારવાર કેન્દ્રમાં લઈ ગયા હતો. અને તે જ પરિસ્થિતિમાં બહાર પણ લાવ્યા હતા. આ દ્રશ્ય વઘઇ બજારના લોકોએ જોતા લોકો તેની મદદે આવ્યા હતા અને કેટલાક લોકોએ મૃત બાળકને લઈ જવા ખાનગી વાહન ઉપલબ્ધ કરાવ્યું હતું.
જોકે સરકારી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ડાંગ કલેકટરને આ બાબતની જાણ થતા તુરંત મામલતદારે પરિવારનો સંપર્ક કરી તેમને જરૂરી તમામ મદદ અને જરૂરી સહયોગ માટે મોકલ્યા હતા. બાળક સહિત કુટુંબને દાહોદ મોકલવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
