દાંતીવાડા નજીક થયો અકસ્માત, 2ના મોત

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠામાં દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક રાજસ્થાનની સરહદમાં ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્તામાતની દુર્ઘટનામાં ગુંદરી ગામના 2 વ્યકિતઓના મોત થયા હતા. બુધવારના સાંજના સમયે ગુંદરી ગામના કાંતિભાઈ રેવાજી આકોલીયા અને લવજીજી દીપાજી બાઈક લઈને બોર્ડર નજીક આવેલ મંડાર ગામ તરફથી આવતા હતા તે દરમિયાન કન્ટેનર ભરેલ ટ્રેલર નં આરજે 36 જીએ 1472 ઓવરટ્રેક કરવા જતા બાઈકને ટક્કર લાગતા બંનેના ઘટના સ્થળે જ મોત થયું હતું.

accident

જો કે ટ્રેલરનો ડ્રાયવર મંડાર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. મંડાર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અકસ્ત્માતમાં મોતને ભેટનાર ગુંદરી ગામના બે વ્યકિતઓના મૃત દેહોને મંડારની સરકારી હોસ્પિટલમાં મોકલાવી પી એમ કરાવી મૃતદેહોને વાલી વારસદારને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ સાથે જ રોડ અકસ્માતનો દર પણ ગત એક વર્ષોમાં વધ્યો છે.

English summary
Dantiwada : Two people killed in accident between Truck And Bike.
Please Wait while comments are loading...