For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના સિંહની માંગ વધી, દુનિયાના ઘણા દેશ બદલામાં બીજા પ્રાણી આપવા તૈયાર

એશિયાટિક સિંહ ભારતના માત્ર ગુજરાતમાં જ છે. ગુજરાતના આ સિંહોને ખરીદવા દુનિયાના અનેક દેશો ઈન્ટ્રેસ્ટેટ છે.

|
Google Oneindia Gujarati News

એશિયાટિક સિંહ ભારતના માત્ર ગુજરાતમાં જ છે. ગુજરાતના આ સિંહોને ખરીદવા દુનિયાના અનેક દેશો ઈન્ટ્રેસ્ટેટ છે. ભારતના રાજ્યોમાં પણ આ સિંહ ખૂબ જ લોકપ્રિય છે. એટલે જકેટલાક રાજ્યોએ ગુજરાત સરકારને સિંહના બદલે બીજા પ્રાણીઓ આપવા વાત કરી છે. જો ગુજરાત આ પ્રસ્તાવ પર વિચાર કરે તો બીજા તબક્કામાં કુલ 14 જેટલા સિંહ રાજ્યની બહાર લઈ જવાશે. ઉલ્લેખનીય છે કે સીએમ વિજય રૂપાણીની આગેવાનીમાં રાજ્યના અધિકારીઓએ યુપી, પંજાબ અને મહારાષ્ટ્રના પ્રાણીસંગ્રહાલયોને 14 સિંહ આપ્યા હતા. આ તમામ સિંહ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લઈ જવાયા છે.

ગુજરાતના એશિયાઈ સિંહની દુનિયામાં છે ડિમાન્ડ

ગુજરાતના એશિયાઈ સિંહની દુનિયામાં છે ડિમાન્ડ

ગીર અભયારણ્ય સહિત રાજ્યના 8 જિલ્લામાં ફેલાયેલા 22 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં 500થી વધુ સિંહ વસે છે. 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતમાં સિંહની સંખ્યા 523 હતા. જો કે 11 મૃત સિંહ પણ મળી આવ્યા હતા. કુલ સિંહમાંથી ઓછામાં ઓછા 200 સિંહ અભયારણ્યની બહાર અસુરક્ષિત વિસ્તારમાં છે. ગુજરાત એશિયાઈ સિંહનું દુનિયાનું છેલ્લું નિવાસસ્થાન છે. એક સમયે આ સિંહ ભારત અને મધ્યપૂર્વના દેશોમાં મોટી સંખ્યામાં હતા. પરંતુ હવે માત્ર ગુજરાતમાં જ આ સિંહ વધ્યા છે. પરિણામે દુનિયાભરના દેશ આ સિંહ ખરીદવા તૈયાર બેઠા છે.

આ વખતે મોકલી શકાય છે 25થી વધુ સિંહ

આ વખતે મોકલી શકાય છે 25થી વધુ સિંહ

વનવિભાગના એક અધિકારીના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર દેશના જુદા જુદા વિસ્તારોમાં સિંહ આપવા તૈયાર છે. જો ગુજરાત સરકાર દેશના જુદા જુદા વિસ્તારોમાં સિંહ મોકલશે તો 25થી વધુ સિંહ બહાર જશે. સિંહના અંતિમ જૂથના સ્થાનાનંતરણના ત્રણ વર્ષ બાદ સીએમ રૂપાણીએ 14 સિંહના આદાન પ્રદાનને મંજૂરી આપી છે. કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય પ્રાધિકરણની માંગ પર ગુજરાત સરકારે 25થી વધુ પ્રાણીઓના હસ્તાંતરણને મંજૂરી આપી છે.

જમ્મૂ કાશ્મીરની પણ છે માગ, સરકાર નથી તૈયાર

જમ્મૂ કાશ્મીરની પણ છે માગ, સરકાર નથી તૈયાર

વન અધિકારીના કહેવા પ્રમામે રાજ્યના એક પ્રાણી સંગ્રહાલયથી 10 સિંહને મોકલવા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ ચૂકી છે. હવે આ પ્રસ્તાવને CZAIની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. ગુજરાતના સિંહની માગ જમ્મુ કાશ્મીરમાં પણ છે. પરંતુ વન વિભાગને ચિંતા છે કે ત્યાં વધુ ઠંડીના કારણે સિંહ જીવતા નહીં રહી શકે. એટલે ચાર રાજ્યના પ્રસ્તાવો પર અમલ નથી કરાયો. આમ તો જંગલી સિંહને પ્રાણી સંગ્રહાલયમાં રાખવાની મંજૂરી પણ નથી આપવામાં આવતી, પરંતુ બીજી પેઢીના બંદી નસલના સિંહનું જ આદાન પ્રદાન કરી શકાય છે.

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી થાય છે આદાન પ્રદાન

જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી થાય છે આદાન પ્રદાન

આ પહેલા ગુજરાત સરકારે કેટલાક સિંહને જુદા જુદા પ્રાણીસંગ્રહાલયમાં સ્થાનાંતરિત કર્યા હતા. જેમાં પહેલા 50 પ્રાણીઓનો સમાવેશ કરાયો હતો. મંજૂરી વચ્ચે રહેલા આટલા લાંબા સમય પાછળ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બીજી બેઠીના બંદી સિંહની ગેરહાજરી કારણભૂત હતી. હવે બીજી પેઠીના વ્યસ્ત સિંહ મળતા આદાન પ્રદાન શરુ કરાયું છે. જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં હજી 58 સિંહ છે.

ગુજરાતમાંથી અત્યાર સુધી બહાર મોકલાયા 200થી વધુ સિંહ

ગુજરાતમાંથી અત્યાર સુધી બહાર મોકલાયા 200થી વધુ સિંહ

વનવિભાગના એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં આદાન પ્રદાન માટે અત્યાર સુધીમાં 208 સિંહ બહાર મોકલાઈ ચૂક્યા છે. બદલામાં અન્ય પ્રાણીઓ ગુજરાત આવ્યા છે. આ સિંહના બદલામાં રાજ્યને 120થી વધુ પ્રાણીઓ મળ્યા છે. 2009માં એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સિંગાપોરે જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને ચાર આફ્રિકી ચિત્તા આપ્યા હતા. અધિકારીના કહેવા પ્રમામે જો માંગ પ્રમાણે હવે સિંહને ગુજરાત બહાર મોકલાશે તો 2016 બાદ આ સૌથી મોટું એક્સચેન્જ હશે. કારણ કે એક સાથે 25 સિંહ ગુજરાતે ક્યારે મોકલ્યા નથી.

English summary
Demands of asiatic lions in states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X