For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર, થોડા જ દિવસમાં 10 લોકોની મૌત

ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે અને છેલ્લા કેટલાક સમયમાં જ ઓછામાં ઓછા 10 લોકોનો જીવ ગયો છે, જયારે રાજ્યભરમાં તેના 6700 કરતા પણ વધારે કેસ જોવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે અને છેલ્લા કેટલાક સમયમાં જ ઓછામાં ઓછા 10 લોકોનો જીવ ગયો છે, જયારે રાજ્યભરમાં તેના 6700 કરતા પણ વધારે કેસ જોવા મળ્યા છે. અધિકારીક સૂત્રો અનુસાર અમદાવાદમાં તેના 1500 કરતા પણ વધારે કેસ નોંધાઈ ચુક્યા છે અને 500 કરતા પણ વધારે લોકો આ બીમારીનો શિકાર બન્યા છે.

Dengue

જામનગર જિલ્લામાં ડેન્ગ્યુનો ફેલાવો સૌથી વધુ થયો છે. માત્ર થોડા દિવસોમાં જ ડેન્ગ્યુના 1000 થી વધુ કેસ નોંધાયાના કારણે અરાજકતા જોવા મળી છે. જીજી મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ અને ડોકટરો પણ ડેન્ગ્યુની ચપેટમાં હતા અને તેમાંથી કેટલાકને પરીક્ષા આપવા માટે વિશેષ પરવાનગી લેવી પડી હતી. જોકે, તંત્ર દ્વારા ડેન્ગ્યુથી બચવા પ્રયાસો શરૂ કરાયા હતા અને ટૂંક સમયમાં રોગને નિયંત્રણમાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

વડોદરા શહેરમાં પણ આવા લગભગ 500 કેસ નોંધાયા છે. ઘણા નાના બાળકોને સુરત, રાજકોટ અને અન્ય સ્થળોએ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પાણી ભરાવાનું બંધ ન કરવા અને નિયમિત અંતરે મચ્છરોને મારવા માટે ફોગિંગ અને અન્ય જરૂરી દવાઓનો છંટકાવ નહીં કરવાને કારણે પરિસ્થિતિ કથળી છે.

આ પણ વાંચો: ચીનની જેમ સુરતમાં પણ એર પ્યૂરિફાયર ટાવર લાગશે, દરરોજ 1 લાખ લોકોને શુદ્ધ હવા મળશે

English summary
Dengue outbreak in Gujarat kills 10 people in a few days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X