વર્ગ-4ના કર્મચારીઓને રાજ્ય સરકારની દિવાળી ભેટ

Written By:
Subscribe to Oneindia News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર તરફથી અન્ય કેટલીક મહત્વની જાહેરાતો ગુરવારે કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધતાં વર્ગ-4ના કર્મચારીઓને લગતી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. આ સાથે જ અમદાવાદ ઔડાના રિંગ રોડ પર નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત પણ કરી હતી. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસ સહિતની અગત્યની જાહેરાત તથા બાંધકામ નિયમ અંગે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી.

nitin patel

નીતિન પેટલે કરેલ અન્ય મુખ્ય જાહેરાતો વાંચો અહીં...

  • અમદાવાદ ઔડાના રિંગ રોડ પર હવે નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ, શુક્રવારથી નાના વાહનો પાસે ટોલ ટેક્સ નહીં વસૂલાય
  • રિક્ષા અને ફોર વ્હીલરને ટોલ ટેક્સ નહીં ભરવો પડે
  • વર્ગ-4ના કર્મચારીઓમાં સરકારી, પંચાયતના, બોર્ડ નિગમના સફાઇ કર્મચારીઓને કાયમી કરવાની પરવાગની આપવામાં આવી. 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના કર્મચારીઓને કાયમી કરવાની પરવાનગી
  • રાજ્યમાં કુલ 8 લાખ વર્ગ-4ના કર્મચારીઓ
  • જો એ સફાઇ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય તો સરકાર તરફથી પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે અથવા વળતર આપવામાં આવશે.
  • વર્ગ-4ના કર્મચારીઓને દિવાળી બોનસની જાહેરાત, 3500 રૂ.ની મર્યાદામાં મળશે બોનસ. 35,000 કર્મચારીઓને મળશે બોનસનો લાભ
  • રાજ્યભરમાં બાંધકામ નિયમ જીડીસીઆર એક સમાન લાગુ થશે. એના કારણે રાજ્યમાં બાંધકામને એક સમાન રીતે મળશે મંજૂરી. જીડીસીઆર નિયમ ગુરૂવારથી જ લાગુ કરવામાં આવ્યો.
  • 1 જુલાઇ, 2017થી મોંઘવારી ભથ્થાનો અમલ 

English summary
Deputy CM Nitin Patel Press Conference on Thursday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.