For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરનાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે જન્મદિવસ, ભાંગરો વાટીને આવ્યા હતા ચર્ચામાં

ગુજરનાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે જન્મદિવસ, ભાંગરો વાટીને આવ્યા હતા ચર્ચામાં

|
Google Oneindia Gujarati News

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન રતિલાલ પટેલનો આજે જન્મદિવસ છે. 22 જૂન 1956ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરમાં તેમનો જન્મ થયો હતો. તેઓનો ઉછેર તેમના દાદાના સમયથી શ્રીમત પરિવારમાં થયેલ, અભ્યાસ કાળ પૂર્ણ થતાં તેમણે પોતાના કૌટુંબિક વ્યવસાયમાં સામેલ થઈ તેને આગળ વધાર્યો. પટેલ પરિવારમાંથી આવતા નીતિન પટેલને સંતાનોમાં જૈમિન પટેલ અને સની પટેલ નામના બે દીકરા છે, જ્યારે તેમના પત્ની સુલોચના બહેન ગૃહિણી છે.

Recommended Video

Birthday Special : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મ દિવસ

nitin patel

નીતિનભાઇ રતિલાલ પટેલ ગુજરાતના રાજકારણી છે અને હાલમાં ગુજરાતના નાયબ પ્રધાન તદુપરાંત આરોગ્ય, તબીબી શિક્ષણ, કૌટુંબિક કલ્યાણ, માર્ગ અને મકાન, કેપિટલ પ્રોજેક્ટ માટે કેબિનેટ પ્રધાન તરીકે કામ કરે છે. તે અગાઉ પાણી પુરવઠો, જળ સંપત્તિ (કલ્પસર વિભાગ સિવાય), શહેરી વિકાસ અને શહેરી ગૃહ પ્રધાન પ્રધાન હતા.તેઓ 2012 માં મહેસાણાથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા. 5 ઓગસ્ટ, 2016 ના રોજ, પટેલ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા.

નિતિન પટેલે માત્ર બી.કોમ બીજા વર્ષ સુધી જ શિક્ષણ મેળવ્યુ છે. તેઓ ખાદ્ય તેલ અને સુતરાઉ કાપડનો પારિવારિક વ્યવસાય ધરાવે છે. તેઓ એટલા જાણીતા નહોતા. પઠાણકોટ એરબેઝમાં થયેલ આતંકવાદી હુમલાને "નાની ઘટના" તરીકે ગણાવતા તેઓ સમાચારમાં આવ્યા હતા. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ ટિપ્પણીની નિંદા કરી હતી, પરંતુ પટેલે આવા કોઈ પણ નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો.

English summary
Deputy CM of Gujarat Nitin patel celebrating his 65th birthday today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X