રાહુ-કેતુથી પીડાતા ભક્તો ઉમટ્યા નર્મદાના કાંઠે
ડભોઇ, 10 એપ્રિલઃ ડભોઇ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા કરનાળી ગામે કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે, જે ભારત ભરમાં કુબેર ભંડારી દાદાના મંદિર તરીકે જાણીતું છે. અહી દર માસની અમાસે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. બુધવારે ફાગણ વદ અમાસ હોય રાહુ-કેતુથી પીડાતા ભક્તો ત્રણ વર્ષ સુધી શાંતિ મય રહે જેથી રાહુ કેતુથી પીડાતા લોકો માટે મહત્વની બુધવારી અમાસ ગણાય છે.
આજે ગુજરાતભરમાંથી મહારાષ્ટ્ર-મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી ભક્તો આવીને કુબેર દાદાના દર્શન કરી નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. કુબેર ભંડારી દાદાના દર્શન સાથોસાથ ભક્તોએ અડદ, દુધ, લીલીપત્ર અર્પણ કરી પોતાની બાધા-માનતા પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. (તસવીરો- હસન ખત્રી, ડભોઇ)

રાહુ-કેતુથી પીડાતા ભક્તો ઉમટ્યા નર્મદાના કાંઠે

રાહુ-કેતુથી પીડાતા ભક્તો ઉમટ્યા નર્મદાના કાંઠે

રાહુ-કેતુથી પીડાતા ભક્તો ઉમટ્યા નર્મદાના કાંઠે

Click it and Unblock the Notifications