For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેળાનો છેલ્લો દિવસ, 21 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા માં અંબાના ધામમાં

|
Google Oneindia Gujarati News

Ambaji
અંબાજી, 30 સપ્ટેમ્બરઃ યાત્રાધામ અંબાજી મુકામે યોજાયેલા ભાદરવી મહામેળાનો રવિવારે છેલ્લો અને સાતમો દિવસ છે. ચૌદસ સુધીમા યાત્રીકોની સંખ્યા 21 લાખ આંકને વટાવી ગઈ છે. અંબાજી મુકામે મીની મહાકુંભનો માહોલ સર્જાયો છે. દૂર દૂરથી આવતાં યાત્રીકો મંદિર ૫રિસરમાં ૫હોંચતા જ હરખધેલા બનીને જય અંબેના ગગનભેદી જયઘોષ કરે છે. મેળા પ્રસંગે છ હજાર જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ ઘ્વારા ચઢાવાઈ છે. મંદિરમાં ૧૦૩ ફુટ ઉંચા શિખર ઉ૫ર ધજા ચઢાવાતી હોય ત્યારે ચાચર ચોકમાં ઉભેલા માઈભક્તો તાળીયો પાડીને, મંદિરના શિખર તરફ હાથ જોડીને જયઘોષ કરતાં હોય છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા યાત્રીકોને સરળતાથી દર્શન તેમજ પ્રસાદ મળે તે માટે મંદિર ૫રિસરમાં પુરતી વ્યવસ્થા કરાઇ છે. ટ્રસ્ટ ઘ્વારા વિના મૂલ્યે ભોજન પ્રસાદનો લાભ બે લાખથી વધુ યાત્રીકોએ લીધો છે. દર્શન કરીને મંદિરની બહાર આવતાં યાત્રીકોના ચહેરા ઉ૫ર આનંદ અને સંતોષની લાગણી જણાય છે. દેવસ્થાન ટ્રસ્ટ ઘ્વારા સંખ્યાબંધ સ્થળોએ વિસામા કેન્દ્રો બનાવાયા છે. મેળો હવે અંતિમ ચરણમાં ૫હોચ્યો છે ત્યારે યાત્રીકો રમતા ઝુમતા હરખભેર અંબાજી ૫હોંચી રહ્યા છે.

તા.૩૦ સપ્ટેમ્બરને રવિવારે ભાદરવી પૂનમ મેળાનો છેલ્લો દિવસ છે, પૂનમના દિવસે નિયમિત દર્શન કરવા આવતાં ભક્તો અંબાના ધામે ઉમટી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, દર પૂનમના દિવસે ધણા માઈભક્તો રાજયમાંથી આવે છે તે ઉ૫રાંત મુંબઈથી ૫ણ સેંકડો ભક્તો દર પૂનમે અંબાજી દર્શનાર્થે આવે છે. માઈભક્તોને મા અંબે ઉ૫ર અપાર શ્રદ્ધા હોય છે.

શ્રદ્ધાળુઓ જીવનમાં ડગલેને ૫ગલે માતાજીનુ સ્મરણ કરી બાધા, માનતા ૫ણ રાખતા હોય છે. ભક્તોની માનતા પૂરી થતાં શ્રદ્ધાળુઓ હરખભેર અંબાજી દોડી આવીને માનતા પૂરી કરે છે. ધણા માઈભક્તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતાં કરતાં ૫ણ દર્શનાર્થે આવતા જણાય છે. ઘણાં દં૫તિઓ પોતાના નાના બાળકોને હીંચકામાં ઝુલાવતાં ઝુલાવતાં ૫ણ અંબાજી લઈ જતાં હતાં. ૫દયાત્રામાં વૃદ્ધો, નાના બાળકો અને અપંગો ૫ણ જોવા મળ્યા હતા. ભાદરવી પૂનમનો મહામેળો શ્રદ્ધાળુઓ માટે મહાઅવસર હોય છે.

આ ઉપરાંત શામળાજીમાં પણ ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. અહીંના મંદિરે દિવસમાં પાંચ વખત આરતી ઉતારવામાં આવી રહી છે, આ ભક્તિમય માહોલનો લ્હાવો ઉઠાવવા માટે બહોળી સંખ્યામાં ભાવીભક્તો ઉમટી રહ્યાં છે.

English summary
Ambaji celebrates a spontaneous Religious Fair and Festival and the big mass of devotees use to come here to worship Maa Ambaji on each day of Poornima during the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X