સ્વયંભુ પ્રગટેલ શિવલીંગનું સ્થળ કુબેર ભંડારી મંદિર

ડભોઇ, 12 ઑગસ્ટઃ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા કરનાળી ગામે કુબેર ભંડારી મંદિર જે સ્વયંભુ પ્રગટેલ શિવલીંગ છે. જે સંતાન અને સંપત્તિ પ્રાપ્તિ માટેની આસ્થા સ્વરૂપે જાણીતું છે. કુબેરેશ્વર કુબેર ભંડારીનું મંદિર ભારતભરમાં મહત્વનું દેવ સ્થાન હોય અહીં દર અમાસે લોખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર માસ અને તેમા પણ આજે સોમવાર હોય 85 જેટલા પંચારી બ્રાહ્મણો દ્વારા બીલી પત્ર ચઢાવી દુધ-પાણીનો અભિષેક કરવામાં આવ્યો છે અને પ્રાણેશ્વર પૂજા-પાઠ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, લોકવાયકા પ્રમાણે સમુદ્ર મંથન વખતે હલાહલ નામનું ઝેર મહાદેવ દ્વારા જગતના કલ્યાણ અર્થે પીવામાં આવ્યું હતું, જેની ગરમી મસ્તક પર ચઢી જતા ઠંડક માટે મહાદેવે માથા પર ગંગાને ધારણ કર્યા અને ચંદ્રને મસ્તક ઉપર રાખ્યા હતા. જેથી શ્રાવણ માસની અંદર તેમને ટાઢક વળે તે અર્થે બીલી પત્ર ચઢાવવામાં આવે છે. બીલી પત્ર બરફની ઠંડક કરતા પણ વધુ ઠંડક આપે છે.

શ્રાવણ માસ દરમિયાન અહીં દૂરદૂરથી બહોળી સંખ્યામાં ભક્તો આવીને કુબેર દાદાના દર્શન કરી નર્મદા નદીમાં સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે. અહીં કુબેર દાદાની તસવીરો રજૂ કરવામાં આવી છે. તસવીરોઃ- હસન ખત્રી, ડભોઇ

સ્વયંભુ પ્રગટેલ શિવલીંગ

સ્વયંભુ પ્રગટેલ શિવલીંગ

ડભોઇ તાલુકાના નર્મદા નદી કિનારે આવેલા કરનાળી ગામે કુબેર ભંડારી મંદિર જે સ્વયંભુ પ્રગટેલ શિવલીંગ છે.

બીલી પત્ર ચઢાવી દુધ-પાણીનો અભિષેક

બીલી પત્ર ચઢાવી દુધ-પાણીનો અભિષેક

આજે સોમવાર હોય 85 જેટલા પંચારી બ્રાહ્મણો દ્વારા બીલી પત્ર ચઢાવી દુધ-પાણીનો અભિષેક કરવામાં આવ્યો છે અને પ્રાણેશ્વર પૂજા-પાઠ કરવામાં આવ્યા છે.

 મહત્વનું દેવ સ્થાન

મહત્વનું દેવ સ્થાન

કુબેરેશ્વર કુબેર ભંડારીનું મંદિર ભારતભરમાં મહત્વનું દેવ સ્થાન હોય અહીં દર અમાસે લોખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.

બહોળી સંખ્યામાં આવે છે ભક્તો

બહોળી સંખ્યામાં આવે છે ભક્તો

શ્રાવણ માસ દરમિયાન અહીં દૂરદૂરથી બહોળી સંખ્યામાં ભક્તો આવીને કુબેર દાદાના દર્શન કરી નર્મદા નદીમાં સ્નાન કરે છે અને ધન્યતા અનુભવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X