For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માધવપુરાના ધર્મેન્દ્રભાઈ રામીને છેતરી ઠગે અઢી કરોડ ખંખેર્યા

માધવપુરાના ધર્મેન્દ્રભાઈ રામીને છેતરી ઠગે અઢી કરોડ ખંખેર્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અવારનવાર ઠગ ટોળકી લાલચ આપીને કે ખોટા વચન આપીને લાખોની છેતરપિંડી કરતા હોવાનો મામલો સામે આવતો રહે છે પણ અમદાવાદમાં એવો મામલો સામે આવ્યો જેમાં ઠગાઈની રકમ સાંભળીને જ તમારી આંખો ફાટી જશે. ધર્મેન્દ્રભાઈ પોપટલાલ રામી નામના શખ્સને બે આરોપીઓએ અઢી કરોડનો ચૂનો લગાવ્યો છે. આ મામલે ધર્મેન્દ્રભાઈ પોપટલાલ રામીએ પોલીસ માધવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેમણે નોંધાવેલ ફરિયાદ મુજબ 28 માર્ચ 2018થી આજ દિવસ સુધીના સમયગાળા દરિયાન શાહીબાગ ખાતે આવેલ જીટીપીએલની ઑફિસ ખાતે આરોપી વેંકેટ્સાઈ મીડિયા પ્રા. લી. (VSN) તથા રાજશેખર ચીલન કલી જેઓ મુળ તેલંગાણાના રહેવાસી છે.

gujarat police

તમામ આરોપીઓએ ભેગામળી એમઓયુ કરી ઑફિસના સાધનો તથા ચેનલ વ્યવસાયના વપારાતા તમામ સાધનો ધર્મેન્દ્રભાઈને વેચાણ આપવાના એગ્રીમેન્ટમાં જણાવ્યા પ્રમાણે કુલ રૂપિયા 2,69,59,703 રૂપિયા મેળવી લઈ એગ્રીમેન્ટ કર્યો હોવા છતાં આજદીન સુધી સાધનો કે રૂપિયા ચૂકવ્યા નથી. ત્યારે આ મામલે ધર્મેન્દ્રભાઈએ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે. માધવપુરાના પોલીસ ઈન્સપેક્ટર વીએન રબારીએ આ કેસની તપાસ હાથ ધરી છે.

બીજા એક કેસમાં નિકોલમાં રહેતા યશભાઈ ત્રાંબડીયા સાથે સવા લાખની છેતરપિંડી થઈ છે. આરોપી નીતિન કુમાર સીંગ સહિત ત્રણ શખ્સોએ એમેજોન કંપનીની ઓનલાઈન ખરીદ કરવાની વેબસાઈટું ફેક પેજ બનાવી બર્નર ગેસ સગડીનુ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય જણાવી અલગ-અલગ ટ્રાન્જેક્શન મળી કુલ 1,34,288 રૂપિયા ખંખેર્યા હતા. આ મામલે ગુનો નોંધાવતા નિકોલ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર એચબી ઝાલા આ ગુનાની તપાસ કરી રહ્યા છે.

પશ્ચિમ બંગાળના શખ્સે અમદાવાદીને 25 લાખનો ચૂનો લગાવ્યોપશ્ચિમ બંગાળના શખ્સે અમદાવાદીને 25 લાખનો ચૂનો લગાવ્યો

English summary
Dharmendrabhai Rami of Madhavpura registered a case of cheating of two and a half crores in madhavpura police station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X