For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોળકામાં EVM બ્લુ ટૂથ સાથે જોડાયું હોવાની ફરિયાદ ઊઠી

રાજ્યમાં EVM ખોટકાવવાના અનેક બનાવ, બાયડમાં કોંગ્રેસનું ચિહ્ન ન દેખાતા મતદાન સ્થગિત, તો ધોળકામાં બ્લુ ટુથ કનેકટ થયાની ફરિયાદ નોંધાઇ

By Oneindia
|
Google Oneindia Gujarati News

સવારથી શરૂ થયેલા બીજા તબક્કાના મતદાનમાં ઠેર ઠેરથી ઇવીએમ ખોટકાવવાની ફરિયાદો મળી રહી છે. તો વળી કેટલાક સ્થાને કોંગ્રેસનું બટન દબાવતા વોટ ભાજપમાં જતો હોવાની માહિતી બહાર આવતા ભારે હોબાળો થયો છે. બાયડની સીમલજ ગામમાં સવારે વીવીપેટમાં ખામી સર્જાઈ હતી. મતદારોના જણાવ્યા મુજબ તેમાં કોંગ્રેસનું ચૂંટણી ચિહ્ન ન દેખાતું હતું. તો પંચમહાલની 137 કાલોલ બેઠક પર ઈવીએમની બેટરી ઓછી હોવાથી સવા કલાક મતદાન બંધ રહ્યું. અને ત્યાર બાદ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

GujaratElection

તો બહુચરાજી બેઠકના 3-4 જેટલા ગામડાઓમાં સવા કલાક જેટલો સમય મતદાન પાછું ઠેલાયું હતું. ઉપરાંત મહેસાણા અને પાટણમાં પાટણમાં વિવિધ જગ્યાએ 12થી 15જેટલા ઇવીએમ બદલવાની નોબત આવી છે. સાથે સાથે વડોદરા અને ધોળકા બેઠક પર પણ લોકોના મોબાઇલમાં બ્લટુથ જોડાતા મતદાન અટકાવાયુ છે. પ્રાથમિક માહિતી અનુસાર વડોદરામાં લસૂન્દ્રા ગામે પ્રાથમિક શાળાના બુથ પર બ્લુટૂથ થી ઇકો ૨૧૦ નંબરની ડિવાઇસ કનેક્ટ થાય છે આ હોબાળાને પગલે મતદાન અટક્યું હતું. તો ધોળકામાં પણ અનેક લોકોના મોબાઇલમાં બ્લુટૂથ કનેક્ટ થતા એક કલાક મતદાન અટકાયું હતું .ધોળકા પાસે આવેલા બાવળા બગોદરામાં ECO Beats નામનું બ્લૂટુથ કનેક્ટ થતું હતું. તેવી પણ ફરિયાદ ઉઠી હતી. જે અંગે ચૂંટણી પંચે તપાસ આદરી છે.

English summary
Complain to EC: Dholka, Vadodara EVM machine connected to bluetooth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X