For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાતઃ હીરા જડીત કારે લોકોને મોહી લીધાં

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 જાન્યુઆરીઃ ગાંધીનગર સ્થિત માનવ મંદીરમાં આયોજીત 6ઠ્ઠા વાયબ્રન્ટ સમીટમાં ગ્લોબલ ટ્રેડ શો શરુ થઇ ગયો છે. 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ શોમાં હીરા અને સોના જડેલી એક કાર પ્રદર્શિત અર્થે મુકવામાં આવી છે, કારને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા બાદ તેને જોવા આવનારાઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શોના બીજા દિવસે પણ શાળા-કોલેજના વિદ્યાર્થીઓથીમાંડીને આસપાસના ગામ અને શહેરમાંથી આવેલા લોકો તથા અન્ય બિઝનેસ અંગે જાણકારી મેળવવા આવેલા ઉદ્યોગ અને વ્યાપાર સાથે જોડાલેયા મહારથી ઉપરાંત વિદેશી મહેમાનોનો ઘસારો જેમ એન્ડ જ્વેલર્સમાં જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે, આ કારની હરાજી ટ્રેડ શો પૂર્ણ થયા બાદ કરવામાં આવવાની છે. શેરવોલેની કારને હીરા અને સોનાની જડવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજકોટની કંપની દ્વારા પ્લેન્ટિગ કરાયેલી અને મુંબઇના સ્કલપ્ચર દ્વારા ડિઝાઇન કરાયેલી આ કારમાં સ્વિત્ઝરલેન્ડની કંપનીના હીરાઓનો અને સુરતના વેપારીઓના સોના અને ચાંદીનો ઉપયોગ આ કારમાં કરવામાં આવ્યો છે. અહીં કારના કેટલાક ફોટો રજુ કરવામાં આવ્યાં છે.

8 જાન્યુઆરીથી શરુ થયેલા ગ્લોબલ ટ્રેડ શો ખાતે વિવિધ પેવેલિયન જેમ કે, જ્વેલરી, પ્રોપર્ટી, એગ્રો, ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એનઆરજી, એનર્જી અને પાવર, પોર્ટ સહિતના પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જ્યાં વિવિધ કંપનીઓ દ્વારા પોતાના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક સ્ટોલ્સમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે તો કેટલાક સ્ટોલ્સમાં તેમની પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જ્યારે કેટલીક કંપનીઓ એવી પણ જોવા મળી રહી છે જે ભવિષ્યમાં ગુજરાતમાં રોકાણ કરવાનું ઇચ્છી રહી છે. સાચો ચિતાર 13 જાન્યુઆરી બાદ જાણવા મળશે.

હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં
હીરા જડીત કારે મોહી લીધાં

English summary
car designed and studded with thousands of Swarovski Gems, Gold and Silver. It is a centre of attraction at the ongoing Gujarat Global Trade Fair 2013 in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X