દિનેશ પટેલઃ હાર્દિકે જ તેની કાર સળગાવાવનું કહ્યું હતું

પાસના ડખાનો ઉકેલ આવતો દેખાઈ નથી રહ્યો, ચિરાગ કેતનનું રાજીનામું, નિખિલની દૂરી પછી રેશ્માનો ઓડિયો ક્લિપ અને હવે દિનેશ પટેલનો હાર્દિક પર આરોપ. હાર્દિક પટેલ જેલમાં રહીને જેટલા વિવાદ ઊભા નહતા થયા તેના કરતા વધુ વિવાદ તે બહાર આવ્યા ત્યારથી પાસમાં અંદરો અંદર થવા લાગ્યા છે.

ત્યારે હાલમાં પાસના નેતા દિનેશ પટેલે કહ્યું હતું કે હાર્દિકે જ સુરતમાં હાર્દિકના ફોટાવાળી કાર સળગાવાવનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પત્ર દિનેશ પટેલે માધ્યમોને સંબોધીને લખ્યો છે. જેમાં લખ્યુ છે કે આવું સૂચન હાર્દિકે જેલમાંથી બેઠા બેઠા કર્યું હતું.

patidar andolan

નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ ઉપર નજીકના જ સાથીદારો એક પછી એક આક્ષેપો કરી રહ્યા છે. આવો જ એક આક્ષેપ દિનેશ પટેલે પણ મીડિયાને પત્ર લખીને કર્યો છે. વધુમાં આ પત્રમાં હાર્દિક પર બીજા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

patidar andolan

"આપણો કહેવાતો હાર્દિક"
દિનેશ પટેલે લખ્યું હતું કે હું દિનેશ પટેલ, કતારગામ સુરત, ઘણા જ દુઃખ સાથે અને વેદનાથી ના છુટકે મીડિયા સમક્ષ આવ્યો છું. આપણા કહેવાતા નેતા હાર્દિક પટેલને હું સમાજનો નેતા માનતો હતો અને મને એવી આશા હતી કે હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત અપાવશે. પરંતુ ઘણા દુઃખ સાથે જણાવું છું કે હાર્દિક પટેલને પાટીદાર સમાજને અનામત અપાવવાની જગ્યાએ પોતાની મહત્વકાંક્ષાઓ અને પોતાની પબ્લીસિટીમાં જ રસ છે.

patidar andolan

મારી ગાડી બાળી નાખી
દિનેશે આ પત્રમાં જણાવ્યું કે આર્થિક પરિસ્થિ સારી ન હોવાથી તેણે પોતાની જ ગાડી, હાર્દિકના ફોટા સાથે ફરતી કરી હતી. અને વિપુલકાકાના કહેવાથી જ તેણે પોતાની ગાડી એટલા માટે બાળી હતી કારણ કે તેનાથી અનેક લોકો લાગણીવશ થઇ હાર્દિકના ફોટો વાળી ગાડીઓ શરૂ કરશે તેવું વિપુલકાકાનું માનવું હતું જેના પગલે તેણે પોતાની ગાડી બાળી.

patidar andolan

હાર્દિક પાસેથી પૈસા માંગુ છું આપતો નથી
તેણે કહ્યું કે હાર્દિકે કહ્યું હતું કે તે પોતાની ગાડીને જે નુક્શાન થયું તેના પૈસા આપશે. દિનેશે પત્રમાં લખીને જણાવ્યું કે તે હાર્દિકને જેલમાંથી છૂટો થયા પછી પ્રત્યક્ષ રીતે મળવા પણ ગયો હતો અને હાર્દિકે થોડા જ દિવસમાં ગાડીનો જે ખર્ચ થયો તે આપવાની વાત કરી હતી પણ હજી સુધી આપ્યું તેને તે નાણાં નથી આપ્યા.

patidar andolan

અન્ય યુવાનો ગેરમાર્ગે ના દોરાતા
દિનેશ પોતાના પત્રમાં છેલ્લે લખ્યું છે કે લાગણીવશ થઇને મારી જેમ અન્ય કોઇ યુવક ગેરમાર્ગે ના દોરાય માટે તે માટે હું આ પત્ર મીડિયા સમક્ષ લખું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X