For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા મીટીંગ યોજાઈ!

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

By Desk
|
Google Oneindia Gujarati News

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દિશા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલ મીટીંગમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Patan District Seva Sadan

પાટણની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની બેઠકમાં પાટણ જિલ્લાના વિવિધ વિભાગોની યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ દ્વારા કામગીરીને લગતા મહત્વના સુચનો પણ કરવામાં આવ્યા હતા. બેઠકમાં સપ્ટેમ્બર-2022ના અંત સુધીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તે અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતું.

બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદે વિવિધ કામગીરીની સમીક્ષા કરતા સુચન કર્યુ હતુ કે જિલ્લાના જે ગામોને જોડતા માર્ગો ડામરના નથી તેને તાત્કાલિક ધોરણે ડામરના બનાવવામાં આવે. આજરોજ મળેલી દિશા મીટીંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી.

English summary
Direction meeting of District Village Development Agency was held at Patan District Seva Sadan!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X