For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દાડમની ખેતી કરીને 90 લાખ કમાઈ રહ્યા છે આ દિવ્યાંગ

જેમને ખેતી કરતા આવડે છે, તેમને જમીનમાંથી સોનું પકવવાની કહેવત સાચી લાગે છે. ગુજરાતમાં ઘણા ખેડૂતો એ વાત સાબિત કરે છે કે મહેનત કરીને સોના જેટલું જ કમાઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જેમને ખેતી કરતા આવડે છે, તેમને જમીનમાંથી સોનું પકવવાની કહેવત સાચી લાગે છે. ગુજરાતમાં ઘણા ખેડૂતો એ વાત સાબિત કરે છે કે મહેનત કરીને સોના જેટલું જ કમાઈ રહ્યા છે. તેમના પાક લાખો નહીં કરોડો રૂપિયાની કમાણી કરી આપે છે. બનાસકાંઠા જિલ્લામાં એક દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ પટેલ દાડમની ખેતી કરે છે. તેઓ વર્ષમાં દાડમની ખેતીથી જ 90 લાખની કમાણી કરી શકે છે. ગેનાભાઈને જોઈને હવે ગામના 150 ખેડૂતો 1500 વીઘા જમીનમાં દાડમ વાવી રહ્યા છે.

7 સર્વશ્રેષ્ઠ ખેડૂત પૂરસ્કાર મેળવી ચૂક્યા છે.

7 સર્વશ્રેષ્ઠ ખેડૂત પૂરસ્કાર મેળવી ચૂક્યા છે.

ગેનાભાઈ પટેલ બનાસકાંઠાના લાખણી પાસે આવેલા ગોરિયા ગામના વતની છે. તેમી ઉંમર 53 વર્ષ છે, અને તેઓ દસમા ધોરણ સુધી અભ્યાસ કરી ચૂક્યા છે. ગેનાભાઈ છેલ્લા 15 વર્ષથી ખેતી કરે છે. અને 9 વર્ષથી દાડમની ખેતી કરી રહ્યા છે. 2009માં તેમને દાડમની ખેતી માટે સર્વશ્રેષ્ઠ કેડૂતનો પહેલો પુરસ્કાર મળ્યો હતો. 2012માં તેમને રાજ્યના સર્વશ્રેષ્ઠ આત્મા ખેડૂત પુરસ્કારથી નવાજવામાં આવ્યા. અત્યાર સુધીમાં તેમને 7 સર્વશ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર મળી ચૂક્યા છે.

બનાસકાંઠાએ બનાવ્યો રેકોર્ડ

બનાસકાંઠાએ બનાવ્યો રેકોર્ડ

અમારા સંવાદદાતાના રિપોર્ટ પ્રમાણે બનાસકાંઠાના દાડમની નિકાસ શ્રીલંકા, મલેશિયા, દુબઈ, યુએઈમાં થાય છે. જેમાં ગેનાભાઈનું મહત્વનું યોગદાન છે. છેલ્લા 12 વર્,માં લગભગ 35 હજાર હેક્ટરમાં 3 કરોડથી વધુ દાડમના છોડ લાગી ચૂક્યા છે. એટલું જ નહીં બનાસાકંઠા જિલ્લો આજે અનાજની ખેતીમાં રાજ્યમાં સૌથી આગળ છે, સાથે જ ફળની ખેતીમાં પણ ટોચ પર છે. દાડમની ખેતીએ બનાસકાંઠાના ખેડૂતોનું જીવન સુધારી ધીદું છે. સાથે જ ડ્રિપ સિંચાઈમાં પણ નામ કાઢ્યું છે.

પહેલીવારમાં 6 હજાર છોડ રોપ્યા

પહેલીવારમાં 6 હજાર છોડ રોપ્યા

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખેડૂતો પણ હવે બનાસાકાંઠાની જેમ દાડમની ખેતી તરફ વળી રહ્યા છે લાખણી તાલુકાના સરકાર ગોલિયા ગામે આજે આખા દેશમાં મોડેલ ગામ તરીકે ઓળખવામાં આવે છે, જેનું શ્રેય ગામના લોકો ગેનાભાઈને આપે છે. ગેનાભાઈ કહે છે કે મેં સૌથી પહેલા 2004માં દાડમની ખેતી અંગે વિચાર્યુ હતું. મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન મેં દાડમની ખેતી કરવાનો નિર્ણય લીધો. જમીન વારસામાં મળી હતી. પરંતુ બાળપણથી જ વિકલાંગ હોવાને કારણે થોડી મૂંઝવણ હતી. પરંતુ તેમણે ખેતી કરવાનું નક્કી કર્યું અને 15 રૂપિયાના એક લેખે 6 હજાર છોડ મહારાષ્ટ્રથી ખરીદ્યા. જે માટે તેમણે શરૂઆતમાં દોઢ લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા.

એક વર્ષ બાદ પાંચ હેક્ટરમાં કરી દાડમની ખેતી

એક વર્ષ બાદ પાંચ હેક્ટરમાં કરી દાડમની ખેતી

દાડમની ખેતી શરૂ કર્યા બાદ ગેનાભાઈ પટેલે એક વર્ષ બાદ પાંચ હેક્ટરમાં દાડમના છોડને ડ્રીપ ઈરિગેશનથી સિંચાઈ આપી. તે સમયે રાજ્યના ખેડૂતોને ટેક્નોલોજી અંગે ખાસ ખ્યાલ નહોતો. આજે ગેનાબાઈ પોતાની ખેતીથી 90 લાખ કમાઈ રહ્યા છે.

રાજસ્થાન સરકારે પણ આપ્યો પુરસ્કાર

રાજસ્થાન સરકારે પણ આપ્યો પુરસ્કાર

રાજસ્થાન સરકારે પણ પુરસ્કારની સાથે લાખો રૂપિયાની રોકડ ગેનાભાઈને આપી છે. ગણાભાઈ મૂળ રાજસ્થાની છે અને તેમનો પરિવાર રાજસ્થાનમાં રહે છે. તેમના પરિવારના સભ્યોએ પણ ગુજરાતમાં દાડમની ખેતી જોઈ છે અને રાજસ્થાનમાં પણ તેઓ દાડમની ખેતી કરી રહ્યા છે. ગેનાભાઈએ રાજસ્થાનના બાડમેર અને ઝાલોર જિલ્લામાં ખેડૂતોને 250 હેક્ટરમાં દાડમની ખેતી કરવામાં મદદ કરી છે. જેને માટે રાજસ્થાન સરકારે તેમને સન્માન્યા છે.

ખેડૂતોની આવક જાવકની બેલેન્સ શીટ

ખેડૂતોની આવક જાવકની બેલેન્સ શીટ

ગેનાભાઈને 2010માં દાડમની ખેતીમાં 9 ટન ઉત્પાદન મળ્યું હતું. દાડમ 161 રૂપિયે કિલોના ભાવે વેચાયા અને તેમને 14.49 લાખ રૂપિયાની આવક થઈ. જેમાં તેને પ્રતિ હેક્ટર 1.20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેમની શુધ્ધ આવક 13.29 લાખ રૂપિયા હતી. એટલે કે ગેનાભાઈએ 2010માં પાંચ હેક્ટરની ખેતીથી 66.45 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ જ રીતે 2011માં તેમણે પ્રતિ હેક્ટર 12 ટન ઉપ્તાદન કર્યું આ પાકથી તેમને 37 લાખ રૂપિયાની આવક થઈ. 2012માં પ્રિત હેક્ટર ઉત્પાદન વધીને 26 ટન થયું .એટલે કે પ્રતિ હેક્ટર 15.16 લાખ કમાનારા ગેનાભાઈ હવે 75.80 લાખ રૂપિયા કમાવા લાગ્યા.

વધતી ગઈ આવક

વધતી ગઈ આવક

2012માં તેમન આવકમાં 26 ટકાનો વદારો થયો. પરંતુ આ વર્ષે ફક્ત 66 રૂપિયે કિલોની ઉપજ, તેમને 17.16 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર પ્રમાણે 2 લાખની આવક થઈ. એટલે કે તેમણે 75.80 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો રળ્યો. 2018માં ગેનાભાઈની આવક વધીને કરોડમાં પહોંચી ચૂકી છે.

પછી એક દિવસ પદ્મશ્રીથી સન્માન

પછી એક દિવસ પદ્મશ્રીથી સન્માન

ગેનાભાઈ પટેલને ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યા છે. પદ્મશ્રી મળવા પર ગેનાભાઈએ કહ્યું કે મને દિલ્હીથી ફોન આવ્યો હતો. મેં ફોન ઉપાડ્યો તો મને કહેવામાં આવ્યું કે તમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. આ સાંભળીને હું ચોકીં ગયો. બે મિનિટ પછી મેં ભાઈને કહ્યું કે આપણને પદ્મશ્રી મળ્યો છે.

એવોર્ડ લેતા સમયે ખુશી ખૂબ હતી

એવોર્ડ લેતા સમયે ખુશી ખૂબ હતી

હું બંને પગથી દિવ્યાંગ છું, અને એવોર્ડ લેવા દિલ્હી ગયો હતો. એવોર્ડ લેતા સમયે મારી ખુશી આસમાને હતી. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત તરીકે ગેનાભાઈને અત્યાર સુધી સાત પુરસ્કાર મળી ચૂક્યા છે. જેમાંથી 5 રાષ્ટ્રીય પુરસ્કાર છે. અશોક ગેહલોતે પણ રાજસ્થાનમાં દાડમની ખેતી ફેલાવવા બદલ તેમને 10 લાખનો રોકડ પુરસ્કાર આપ્યો છે.

English summary
Divyang farmer in Gujarat earning 90 lakh from Pomegranate farming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X