અમદાવાદઃ ડોક્ટરે કરી સગર્ભા મહિલા સમક્ષ અભદ્ર માગણી

doctor
અમદાવાદ, 29 જૂનઃ 'મારી સાથે સમાગમ કરીશ તો હું મેડિકલ બિલ અને ફી માફ કરી નાંખીશ.' અમદાવાદમાં એક ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરે રૂટિન ચેકઅપ માટે આવેલી એક સગર્ભા મહિલાની સામે મેડિકલ ફી માફ કરવા માટે સમાગમની માંગ કરી હતી. ડોક્ટરને તેની આ અશોભનીય હરકત ભારે પડી ગઇ છે. મહિલાના પરિજનોએ તેની જોરદાર ધોલાઇ કરી નાંખી હતી. પોલીસે આ ડોક્ટરની ધરપકડ કરી લીધી છે.

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું છે કે, આ 28 વર્ષીય મહિલા ગર્ભ ધારણ કર્યા બાદ કૃષ્ણ હોસ્પિટલમાં ડોક્ટર સોહમ દલાલ પાસે રૂટિન ચેકઅપ કરવા માટે આવતા હતા. ગુરુવારે રૂટિન ચેકઅપ દરમિયાન ડોક્ટરે આ મહિલા સામે જે ઓફર મુકી હતી, તેનાથી તે ચોંકી ગઇ. આરોપ છે કે ડોક્ટર દલાલે મહિલાને કહ્યું કે, તે તેની મેડિકલ ફી માફ કરી દશે, પરંતુ તેના માટે તેણે તેની સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

મહિલાએ ઘરે પહોંચીને ડોક્ટરની ફરિયાદ તેના પતિને કરી હતી. શુક્રવારે સવારે ગુસ્સે ભરાયેલા પરિજનોએ હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. લોકોએ હોસ્પિટલ પર પથ્થરમારો કર્યો અને ફર્નીચર તોડી નાંખ્યું હતું. આ વચ્ચે ડોક્ટર પણ ત્યાં પહોંચી ગયા. ગુસ્સે ભરાયેલા પરિજનોએ તેમની પણ જોરદાર ધોલાઇ કરી હતી. કાગડાપીઠ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડોક્ટરને બચાવી લીધા. ઇસ્પેક્ટર એમકે લિંબતે જણાવ્યા પ્રમાણે મહિલાની ફરિયાદ પર ડોક્ટર દલાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરને ઇજાઓ પહોંચી હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X