For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 50 લાખ લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે! જાણો શું બોલ્યા

અમદાવાદમાં 50 લાખ લોકો ટ્રમ્પનું સ્વાગત કરશે! જાણો શું બોલ્યા

|
Google Oneindia Gujarati News

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસને લઈ ભારે ઉત્સાહિત જણાઈ રહ્યા છે. ટ્રમ્પે વૉશિંગ્ટનમાં પોતાના કાર્યાસ ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ પોતાના ભાર પ્રવાસની તૈયારીઓ કરી રહ્યા છે જ્યાં લાખો લોકો તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે. વ્હાઈ હાઉસે 10 ફેબ્રુઆરીએ ઘોષણા કરી હતી કે 24 અને 25 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે. ટ્રમ્પ અમદાવાદ અને નવી દિલ્હીમાં રહેશે.

સ્વાગત માટે લાખો લોકો તૈયાર

સ્વાગત માટે લાખો લોકો તૈયાર

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી મારા દોસ્ત છે, તેઓ જબરદસ્ત માણસ છે. હું ભારત જવાના ઈંતેજારમાં છું, અમે લોકો આ મહિનાના અંતમાં ભારત જઈ રહ્યા છીએ.' ટ્રમ્પે કહ્યું કે આ અઠવાડિયાના અંતમાં તેમણે પીએમ મોદી સાથે વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તેમને કહ્યું કે લાખો લોકો તેમના સ્વાગત માટે તૈયાર છે. આ લોકો એરપોર્ટથી ક્રિકેટ સ્ટેડિયમ સુધી તેમનું સ્વાગત કરશે.

આટલા લોકોમાં ગભરાઈ જાય છે ટ્રમ્પ?

આટલા લોકોમાં ગભરાઈ જાય છે ટ્રમ્પ?

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલા ન્યૂ હેંપશાયરની પોતાની રેલીનો ઉલ્લેખ પણ કર્યો. આ રેલીમાં 40થી 50 હજાર લોકો સામેલ થયા હતા. પ્રેસિડેન્ટે થોડા મજાકીયા અંદાજમાં કહ્યું કે બની શકે છે કે તેઓ આટલી મોટી ભીડની વચ્ચે કમ્ફર્ટેબલ મહેસૂસ ના કરે.

સ્વાગતમાં 50-70 લાખ લોકો

સ્વાગતમાં 50-70 લાખ લોકો

ટ્રમ્પે કહ્યું કે, 'જ્યારે અમારે ત્યાં 50 હજાર લોકો હતા તો તે મને બહુ સારું નહોતું લાગી રહ્યું , પીએમ મોદીએ કહ્યું કે અમારે ત્યાં લાખો લોકો હશે. તેમનું માનવું છે કે માત્ર એરપોર્ટથી લઈ ન્યૂ સ્ટેડિયમ (મોટેરા સ્ટેડિયમ) સુધી 50થી 70 લાખ લોકો હશે. શું તમને ખબર છે આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તેઓ આનું નિર્માણ કરી રહ્યા છે. તેનું નિર્માણ કાર્ય લગભગ પૂરું થઈ ચૂક્યું છે.' ભારત સાથેની ટ્રેડ ડીલ પર જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો ડીલ સારી રહી તો આ મામલે જરૂર આગળ વધવામાં આવશે.

લગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાકલગ્ન બાદ પતિની બીમારીનું સિક્રેટ ખુલ્યું, પત્નીએ માંગ્યા તલાક

English summary
donald trump is excited about india visit, ahmedabadis ready to welcome
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X