
Gujarat Assembly Election 2022 : VIP ની હાજરીવાળી ચૂંટણી રેલીમાં ડ્રોન ગન તૈનાત કરાશે
Gujarat Assembly Election 2022 : સમય સાથે સાથે ચૂંટણી પ્રચાર કરવાની રીતોમાં બદલાવ આવ્યો છે. આ સાથે ચૂંટણી પ્રચાર કરતા સ્ટાર પ્રચારકોની સુરક્ષાનો પ્રશ્ન સૌથી જટીલ હોય છે. હવે ચૂંટણી પ્રચારમાં VIP ની હાજરી હશે તો તેમાં સુરક્ષાનો ખાસ બંધોબસ્ત કરવામાં આવશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રાચારમાં VIP ની હાજરી વાળી રેલી દરમિયાન એન્ટી ડ્રોન બંદૂકો તૈનાત કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં જોરદાર ચૂંટણી પ્રચાર થયો હતો. લોકો અનેક તસવીરો અને સમાચારો પર વાત કરી રહ્યા છે. આવો જ એક અહેવાલ VIPs દ્વારા હાજરી આપતી ચૂંટણી રેલીઓમાં એન્ટી-ડ્રોન ગન તૈનાત કરવાનો છે. વાસ્તવમાં ગત ગુરુવારના રોજ ગુજરાતના બાવળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન એક ડ્રોન જોવા મળ્યું હતું જેને તોડી પાડવામાં આવ્યું હતું. એક રિપોર્ટ મુજબ, VIP સુરક્ષા વ્યવસ્થામાં એન્ટી ડ્રોન ગન તૈનાત કરવામાં આવી છે.
છેલ્લી વખત ઉત્તર પ્રેદેશ ચૂંટણીમાં એન્ટી-ડ્રોન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે VIPને કોઈપણ હવાઈ હુમલાથી બચાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હતી. નોંધપાત્ર રીતે, આવી જાહેર સભાઓ અને રેલીઓ કે જેમાં VIPs હાજરી આપે છે તે દરમિયાન, એક પ્રશિક્ષિત NSG ટીમ ધાબા પર તૈનાત હોય છે અને સંકુલમાં કોઈપણ હવાઈ વસ્તુઓ પર નજર રાખે છે. આવા કોઈપણ પ્રયાસના કિસ્સામાં, એન્ટી-ડ્રોન ગન ડ્રોનના સિગ્નલને અવરોધે છે અને તેને ગોળી મારી દેવામાં આવે છે.
ચૂંટણી રેલીઓમાં હજારો-લાખો લોકોની ભીડ અને VIP સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલીઓની આસપાસ ડ્રોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ હોવા છતાં એન્ટી-ડ્રોન ગન વધારાના સુરક્ષા સ્તર તરીકે કામ કરે છે. સુરક્ષાની ચિંતાઓને ટાંકીને, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહેલાથી જ VIP નેતાઓની રેલીઓ દરમિયાન ડ્રોન પ્રતિબંધ અંગેના આદેશો જાહેર કર્યો છે. અમદાવાદ ગ્રામીણ પોલીસે ગુરુવારના રોજ ત્રણ ખાનગી ડ્રોન ફ્લાયર્સ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. કારણ કે, તેનો ઉપયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ઉલ્લંઘન માટે કરવામાં આવ્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોમિનેશન 14 નવેમ્બર સુધી ભરવામાં આવ્યું હતું. 15 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રોની ચકાસણી અને 17 નવેમ્બર સુધી નામાંકન પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે બાદ હવે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબ્બાકાનું મતદાન થશે.
આવી જ રીતે બીજા તબક્કામાં 93 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. 17 નવેમ્બર સુધી નામાંકન ભરવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરના રોજ થઈ હતી. આવા સમયે સમયે નામો પાછા ખેંચવા માટે 20 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે બંને તબક્કાની મત ગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.