For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ગુજરાતમાં હોલેન્ડની કંપની ફ્લાયિંગ કાર બનાવશે

દુનિયાની પહેલી ફ્લાયિંગ કાર નિર્માતા નેધરલેન્ડની પાલ-વી કંપની પોતાના બિઝનેસ માટે ભારત તરફ આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની પહેલી ફ્લાયિંગ કાર નિર્માતા નેધરલેન્ડની પાલ-વી કંપની પોતાના બિઝનેસ માટે ભારત તરફ આવી રહી છે. કંપની ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમની કારના પાર્ટ્સ ગુજરાતમાં બનાવવામાં આવશે. કંપનીના એક્ઝિક્યુટિવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ફ્લાયિંગ કારના કેટલાક પાર્ટ્સ ભારતથી ખરીદવામાં આવશે. આપને જણાવી દઈએ કે હાલમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન કંપનીના એક્ઝિક્યુટિવ પણ હાજર રહ્યા હતા.

ભારતમાં ફ્લાયિંગ કાર માટે કંપની માર્કેટ શોધી રહી છે

ભારતમાં ફ્લાયિંગ કાર માટે કંપની માર્કેટ શોધી રહી છે

ગુજરાત ઉદ્યોગ વિભાગના સેકેટરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપની ફ્લાયિંગ કાર પ્રવેશ માટે ભારતમાં એક સાથીની શોધ કરી રહી છે. કંપની ભારતમાં સરકારી કામોમાં ફ્લાયિંગ કારની માંગ જોઈ રહી છે. કંપનીના સીઈઓ રોબર્ટ ડિગમેન્સ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ કારના પાર્ટ્સ ખરીદવા માટે એશિયાઈ દેશો તરફ જોઈ રહ્યા છે.

અમારો પ્રયાસ સફળ થશે

અમારો પ્રયાસ સફળ થશે

કંપનીના સીઈઓ રોબર્ટ ડિગમેન્સ અનુસાર અમારી નજર ભારત અને ચીન જેવા મોટા દેશો પર છે. ઉત્પાદન વિભાગમાં ભારતની કારીગરી સારી છે અને અહીંની કંપનીઓ પાસે અનુભવ પણ છે. અમે કોપોઝાઇટ સામગ્રી અને સ્ટીલ ભાગોની સપ્લાય પર વિચાર કરી રહ્યા છે. અમે તેના માટે ભારતના કેટલાક ઉત્પાદકો સાથે વાતચીત પણ શરુ કરી દીધી છે. આશા છે કે અમારા પ્રયાસ સફળ થશે.

ફ્લાયિંગ કારની કેટલીક કિંમત હશે?

ફ્લાયિંગ કારની કેટલીક કિંમત હશે?

કંપની અનુસાર ભારતીય રૂપિયામાં આ ફ્લાયિંગ કારની કિંમત 3 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોય શકે છે. પાલ-વી કંપની વર્ષ 2012 થી ફ્લાયિંગ કાર નિર્માણ માટે સક્રિય છે. તેના માટે તેમને 550 કરોડનું રોકાણ કર્યું છે. વર્ષ 2020 દરમિયાન કંપની પોતાના પહેલા ગ્રાહકને ફ્લાયિંગ કાર ઉપલબ્ધ કરાવશે.

English summary
Dutch firm PAL-V CEO says flying cars could come to India by 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X