દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સફાઈ અભિયાનના લીરા ઉડ્યા

Subscribe to Oneindia News

સ્વચ્છ ભારત અને ગુજરાતની વાતો કરતી ભાજપ સરકાર સામે સ્વચ્છતાના મુદ્દે આંગળી ચિંધ્યા તેવો નજારો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ગણાતા ખંભાળિયાની બજારો ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી આ પરેશાની વેઠતા નાગરિકો હેરાન થઇ ગયા છે. જોકે નગરપાલિકાને કઈ પડી હોય તેવું લાગતું નથી. સફાઇના નામે કરોડો રૂપિયાનું રોકાણ કરવા છતાં ખંભાળિયાના મુખ્ય વિસ્તાર નગર ગેઇટ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી આ સમસ્યા સર્જાતી હતી પરંતુ આજે વધારે પાણી ભરાયા હોવા છતાં તંત્રએ કોઈ પગલાં લીધા નથી.

BJP

મુખ્ય બજારમા જ પાણી ભરાયા હોવાથી વેપારીઓને દુકાન ખોલવામાં તેમજ ગ્રાહકોને ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે.પાણી ભરાયા હોવાથી સફાઇ કર્મીઓ સફાઈ પણ કરી શકતા નથી. અને કેટલાક જાગૃત લોકએ સંબંધિત અધિકારીને ફોન કરતા અધિકારીઓના ફોન બંધ જાણવા મળ્યા હતા. ત્યારે લોકો રોષ પ્રગટ કરી રહ્યા છેકે સરકાર સ્વચ્છતાની વાતો કરે છે પરંતુ તેનો યોગ્ય અમલ જ થતો નથી. ત્યારે સ્વચ્છ ભારતની વાતો કરતી મોદી સરકાર અને રૂપાણી સરકારને આ મામલે લોકોએ ફટકાર આપ્યો છે. અને આ અંગે જલ્દી જ પગલાં લેવાની માંગણી કરી છે.

Gujarat
English summary
Dwarka: main bazar flooded with drain water. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.