દ્વારકા બનશે હેરિટેજ સિટી, દેશના 12 હેરિટેજ સિટીમાં થશે સમાવેશ
ગાંધીનગર, 20 જાન્યુઆરી: ગુજરાતનું દ્વારકા પહેલેથી જ દેશવિદેશથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જેને હવે કેન્દ્ર સરકારની હૃદય યોજના હેઠળ હેરિટેજમાં સ્થાન મળવા જઇ રહ્યું છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય અંતર્ગત રચાયેલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ‘હ્લદય' હેઠળ દેશના વિવિધ ૧૨ શહેરોને હેરિટેજ સિટી તરીકે વિકસાવવાનું નક્કી કરાયું છે. જેમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે.
આ ૧૨ શહેરોમાં ગુજરાતમાંથી ભગવાન શ્રીકૃષ્ણની ઐતિહાસિક-ધાર્મિક નગરી દ્વારકાને હેરિટેજ સિટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવી છે. હ્લદય યોજના હેઠળ હેરિટેજ સિટીના વિકાસ માટે કેન્દ્ર દ્વારા ૧૦૦ ટકા અનુદાન આપવામાં આવશે. તદઅનુસાર કેન્દ્ર સરકાર દ્વારા દ્વારકાને ૨૦ કરોડ રૂપિયાનું અનુદાન મળશે. આ યોજનાનો સમયગાળો ડિસેમ્બર-૨૦૧૪થી માર્ચ-૨૦૧૮ એમ ચાર વર્ષ નક્કી કરાયો છે.

જેના કારણે હેરિટેજ સિટીમાં કલ્ચર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને સાથે સાથે સ્થાનિક રોજગારને પણ બળ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હ્લદય યોજનામાં ગુજરાતના દ્વારકા સહિત અમૃતસર, અજમેર, મથુરા, ગયા, કાંચીપુરમ, વેલ્લાનકન્ની, વારાણસી, બદામી, અમરાવતી, વેરાંગલ અને પુરીનો હેરિટેજ સિટી તરીકે કરોડોના ખર્ચે સર્વાંગી વિકાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
