કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા
સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લા તથા તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંશિક આંચકા અનુભવાયા હતા. કચ્છમાં પણ દિવસ દરમિયાન ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા હતા.
સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લા તથા તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપ ના આંશિક આંચકા અનુભવાયા હતા. બનાસકાંઠા, ડીસા, પાલનપુર, ધાનેરા, પાંથાવાડા સહિતના જિલ્લાઓ તથા તેના આસપાસના વિસ્તારોમાં આ આંચકાઓ અનુભવાયા હતા. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી છે.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ડીસા થી 32 કિલોમીટર કુર નોર્થ ઇસ્ટમાં હોવાનું કહેવાયું છે. અચાનક અનુભવાયેલા આ આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
તો બીજી બાજુ કચ્છ માં પણ દિવસ દરમિયાન ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર છે. દુધઇમાં બે ભુકંપના આંચકા અનુભવાયા હતા; એક 1.5ની તીવ્રતાનો તથા બીજો 1.2 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ખાવડામાં પણ 1.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.












Click it and Unblock the Notifications
