For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'નમો...' સામે ઇસી પણ નમ્યું, આપી લીલી ઝંડી

|
Google Oneindia Gujarati News

Narendra Modi
અમદાવાદ, 13 ઑક્ટોબરઃ ચાલુ થયાના બે-ત્રણ દિવસ પછી જ બંધ કરી દેવામાં આવેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામ પરની ચેનલ માટે રાહતના સમાચાર છે. ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદીના નામથી શરૂ કરવામાં આવેલી 'નમો ગુજરાત' ટીવી ચેનલને અમુક શરતો સાથે લીલી ઝંડી બતાવી દીધી છે. આ સાથે જ ચૂંટણીના પડઘમ વચ્ચે મોદી માટે 48 કલાકની અંદર જ બીજા સારા સમાચાર આવ્યા કહેવાય.

કહેવાની જરૂર નથી કે આ અગાઉ પણ બ્રિટિશ સરકારે ગુજરાત સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી શરૂ કરવાની પહેલ કરી હતી. ગુજરાત રમખાણ 2002 પછી બ્રિટિશ સરકારે ગુજરાત સાથેના તમામ દ્વિપક્ષીય સંબંધો થંભાવી દીધા હતા. 11 ઑક્ટોબરે બ્રિટિશ સરકારે આ પહેલ કરી જેનાથી મોદીને આડકતરી રીતે ચૂંટણીમાં ફાયદો થશે જ અને હવે ચૂંટણી પંચે પણ મોદીને 'નમો ગુજરાત' ચેનલની મંજૂરી આપી એક જાતની ભેટ જ ધરી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને હાલ આચારસંહિતા લાગેલી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા થય પછી એક દિવસ બાદ શરૂ થયેલી આ ચેનલને મંજૂરી રદ થયા બાદ 5 ઑક્ટોબરે બંદ કરી દેવી પડી હતી. પંચે ચેનલે મંજૂરી આપી દીધી છે, પરંતુ ચૂંટણી સંબંધિત જાહેરખબરો અને ચૂંટણી દરમિયાન સંભવિત પેઇડ ન્યૂઝ પર નજર રાખવા માટે કેટલીક શરત લગાવવામાં આવી છે. ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓએ આ માહિતી સૂત્રોને આપી છે.

અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચેનલને લાઇસેન્સ આપવામાં આવે તે અંગે પહેલા ચૂંટણી પંચની અનુમતિ માંગી હતી. જ્યાં ચેનલની ઓફિસ આવેલી છે. ચેનલ પર કેટલીક શરતો લાગું કરવાનું જણાવવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન તમામ રાજકીય જાહેરખબરોનું પ્રસારણ કરતા પહેલા મીડિયા પ્રમાણન અને દેખરેખ કમિટિની મંજૂરી મેળવવી પડશે. પંચે જિલ્લા ચૂંટણી અધિકારીએ ચેનલ દ્વારા આચાર સંહિતાના તમામ જરૂરી સૂચનોનું પાલન સુનિશ્ચિત કરવામાં આવે તેમ કહ્યું છે.

નોંધનીય છે કે, 'ન મો ગુજરાત' ચેનલ માટે ભાજપના પ્રદેશ એકમે રાજ્યની પાંચ સ્થાનિક ગુજરાતી ચેનલો સાથે કરાર કર્યો છે. ચેનલ દ્વારા મોદીના વિકાસ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે.

English summary
Narendra Modi's initials, the new NaMo Gujarat television channel on Friday, Oct 12 got the Election Commission's nod.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X