For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ553 આચારસંહિતા ભંગની ફરિયાદો 504 સામે કાર્યવાહી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર 8 નવેમ્બરઃ ગુજરાત રાજ્ય વિધાનસભાની ડીસેમ્બર માસમાં યોજાનાર ચૂંટણી માટે ચૂંટણી આચારસંહિતા લાગુ પડતાં રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં આશરે ૫૫૩ જેટલી આચાર સંહિતા ભંગની ફરિયાદો રાજ્ય કક્ષાએ ચૂંટણી પંચ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓને મળી છે. જેમાંની ૫૦૪ જેટલી ફરિયાદો સામે જરુરી કાર્યવાહી કરવામાં આવી છે અને ૧૬ જેટલી ફરિયાદોભારત સરકારના ચૂંટણી પંચને મોકલી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ ૨૭ જેટલા કેસો પણ નોંધવામાં આવ્યા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે આ માહિતી આપતાં આજે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી ન્યાયી અને પારદર્શક રીતે યોજાય તે માટે ચુંટણી પંચે સદ્યન પગલા લીધા છે અને તે માટે આચાર સંહિતાનો અમલ કડકાઈથી કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત તા.૪ નવેમ્બર, ૨૦૧૨ સુધીમાં રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારી કક્ષાએ ૪૪ ફરિયાદોમલી હતી, અને જિલ્લા કક્ષાએ ૫૦૯ ફરિયાદોમળી હતી. તે પૈકીની અનુક્રમે ૨૭ અને ૪૭૭ ફરિયાદોઉપર જરુરી કાર્યવાહી કરવામાં આવી છે. કુલ ૧૬ ફરિયાદો ભારત સરકારના ચૂંટણી પંચને મોકલી આપવામાં આવી છે.

અનિતા કરવલે જણાવ્યું હતું કે, આચારસંહિતાનાં ભંગની મુખ્ય ચૂંટણી અધિકારી કક્ષાએ મળેલી ફરિયાદો પૈકી ભારતિય જનતા પક્ષ દ્વારા ૨૩ ફરિયાદો મળી હતી તેમાંની ૧૪ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જયારે ભારતિય કોંગ્રેસ દ્વારા ૧૧ ફરિયાદો મળી હતી અને તે પૈકીની ૬ જેટલી ફરિયાદોનો નિકાલ કરાયઓ છે. જયારે અન્યો દ્વારા મળેલી કુલ ૧૦ જેટલી ફરિયાદો પૈકીની ૭ ફરિયાદોનો પણ નિકાલ કરાયો છે. જયારે જે કુલ ૧૬ ફ્રીયાદો ભારતીય ચુંટણી પંચનાં અભિપ્રાય માટે મોકલવામાં આવી તેમાં ભાજપ દ્વારા મળેલી ફરિયાદો પૈકીની ૯, કોંગ્રેસ ની ૪ અને અન્યોની ૩ ફરિયાદોનો સમાવેશ થાય છે.

રાજ્ય કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારીને મળેલી ફરિયાદો ઉપરાંત, રાજ્યનાં ૨૬ જિલ્લામાં પણ ચુંટણીલક્ષી આચારસંહિતાની આવેલી કુલ ૫૦૯ ફરિયાદો પૈકી ૪૭૭ જેટલા કેસમાં પગલા લેવામાં આવ્યા છે. જયારે ૩૧ કેસો તપાસનાં વિવિધ તબક્કામાં પડતર છે. આ પૈકી ગંભીર લાગતાં ૨૭ જેટલા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમ તેમણે કહ્યું હતું.

English summary
Gujarat Election Commission has taken action in case of 504 out of 553 code of conduct complaints.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X