કોંગ્રેસની પ્રોક્સી વોટની માંગ બની વિવાદનું કારણ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં હાલ ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. કોંગ્રેસ માટે રાજ્યસભાની ચૂંટણીનો આ જંગ પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો છે. તેવામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી આ ભૂલ ક્યાંક તેના માટે મોટી મુસીબત ના બની જાય કોંગ્રેસના અશિક્ષિત ધારાસભ્ય તેવા ધારશી ખાનપુરાએ પ્રોક્સી વોટની માંગણી કરી છે. નિયમ મુજબ આ માટે તમારે 3 દિવસ પહેલા ચૂંટણી આયોગને જાણકારી આપીને માંગ કરવી પડે તે પછી જ તમને પ્રોક્સી વોટ કરવા દે. પણ છેલ્લા સમયે ધારશી ખાનપુરાએ આ માંગણી કરતા ભાજપે વિરોધ નોંધાવ્યો છે. જે પણ કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો છે કે તેમણે પુરુષોત્તમ સોલંકીની પ્રોક્સી માંગ સ્વીકારી છે પણ અમારી માંગ નથી સ્વીકારવામાં આવી. આમ કહીને વિરોધ નોંધાવ્યો છે.

MLA Dharshi Khanpura

કોંગ્રેસ આટલા સમયથી રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લઇ રહી છે ત્યારે તેના પ્રોક્સી વોટના નિયમોની પહેલીથી ખબર હોવી જોઇએ અને તેને આ માટે યોગ્ય પ્રક્રિયા પણ તેને પહેલેથી જ શરૂ કરાવવી જોઇએ. પણ આમ ન કરાવતા હવે કોંગ્રેસ માટે જ મુશ્કેલી ઊભી થઇ હોય તેમ લાગી રહ્યું છે. જો કે હાલ તો ધારાશી ભાઇએ વોટ આપી દીધો છે. નોંધનીય છે કે હાલ કોંગ્રેસ અને અહમદ પટેલ માટે પ્રત્યેક વોટ મહત્વનો છે ત્યારે આવા સમયે કોંગ્રેસની આ ભૂલ તેની મુશ્કેલી વધારી શકે છે.

English summary
Congress MLA Dharshi Khanpura after casting his vote; EC officer had denied his proxy voting request.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.