For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી પંચે 5 IPS અને 4 IASની બદલી કરી

|
Google Oneindia Gujarati News

election-commission
ગાંધીનગર, 5 નવેમ્બર : અપડેટ

ગુજરાતમાં ચૂંટણીઓના ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની બદલીના સૂચન કર્યા હતા. સૂચના અનુસાર સરકારે પાંચ આઇપીએસ અને ચાર આઇએએસ અધિકારીઓની બદલી કરી છે, જે નીચે અનુસાર છે.

IPS બદલી
હિમાંશું શુક્લા, ડીસીપી ક્રાઇમ બ્રાંચમાંથી પાટણ ડીએસપી તરીકે
એ કે શર્મા, જેસીપી અમદાવાદના સ્થાને વિકાસ સહાયની નિમણૂંક
એમ એસ બરડા, પાટણ ડીએસપીની અમદાવાદ બદલી કરવામાં આવી
હરિકૃષ્ણ પટેલ, જામનગર ડીસીપીને સ્થાને સારા રિઝવીની નિમણૂંક

IASની બદલી
રાકેશ શંકર, દાહોદ કલેક્ટર
થેન્નારસન, બનાસકાંઠા કલેક્ટર
શાલિની અગ્રવાલ, તાપી કલેક્ટર
શામિના હુસૈન, સાબારકાંઠા કલેક્ટર

ગુજરાત રાજ્યમાં આવી રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને રાજ્યના ચૂંટણી પંચે નિષ્પક્ષ ચૂંટણી માટેના તકેદારીના પગલાં અત્યારથી જ લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત આજે ચૂંટણીપંચે ગુજરાતના પાંચ IPS અધિકારીઓની બદલી કરવાનું સૂચન કર્યું છે.

ઇસીએ જે આઇપીએસ અધિકારીઓની બદલીનું સૂચન કર્યું છે તેમાં ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ હિમાંશુ શુક્લા, જેસીપી અમદાવાદ એ કે શર્મા, ડીએસપી પાટણ એમ એસ ભરડા, ડીએસપી જાનગર હરિકૃષ્ણ પટેલ અને ડીસીપી સૂરત એન ડી સોલંકીના નામનો સમાવેશ થાય છે.

ચૂંટણીપંચના સૂચન સામે હજી સુધી સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

English summary
EC suggests transfer of five Gujarat IPS.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X