ચૂંટણી પંચે દીવ - દમણ બેઠકને અતિ સંવેદનશીલ જાહેર કરી

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 એપ્રિલ : ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે કેન્દ્ર શાસિત પ્રદેશની દીવ અને દમણ બેઠકને લોકસભા ચૂંટણી 2014માં અતિ સંવેદનશીલ જાહેર કરી છે. આ જાહેરાત બાદ ચૂંટણી દરમ્‍યાન લાંચ આપનાર અને લાંચ લેનાર સામે કડકાઇથી કામ લેવાશે.

દેશભરમાં ચાલી રહેલ લોકસભાની ચૂંટણીના માહોલ વચ્‍ચે ગુજરાત, દમણ-દીવ અને દાદરા, નગર હવેલી સહિતના પંથકમાં આગામી 30 મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે.

diu-daman-map

દમણ અને દીવ બેઠક માટે મતદારોને પૈસા તથા લોભ-લાલચ આપી રાષ્‍ટ્રીય પાર્ટીઓ દ્વારા વોટ ખરીદવાની પ્રથા ચાલી આવે છે. આ પ્રથાને નાબુદ કરવા માટે ચુંટણી પંચ દ્વારા અતિ સંવેદનશીલ ઘોષીત કરવામાં આવ્‍યા છે.

આ અંગે દીવ કલેકટર વિનોદ કાંબલેએ જણાવ્‍યું કે દીવ ખાતે 43 જેટલા બુથો પર બાજ નજર રખાશે તથા એ ઉપરાંત બે ફલાઇંગ સ્‍કવોડ તથા બે જેટલા સ્‍ટેટેસ્‍ટીકની ટીમ તૈનાત રખાઇ છે.

આવી જ રીતે દમણ કલેકટર રમેશ વર્મા પાસેથી મળતી માહીતી અનુસાર દમણના 199 બુથ ઉપર બારીકાઇથી નજર રખાશે. આ ઉપરાંત 6 ફલાઇંગ સ્‍કવોડ અને 4 જેટલા સ્‍ટેટેસ્‍ટીકની ટીમ ખડે પગે રહેશે.

આ બેઠક હંમેશા વોટ ખરીદીને જ પ્રતિનિધિઓ જીતતા આવ્‍યા હોવાનું કહેવાય છે. જેને પગલે ચૂંટણી કમિશ્નરે આ બેઠકને અતિ સંવેદનશીલ જાહેર કરી દીધી છે.

English summary
Gujarat state Election Commission has declared Diu and Daman lok sabha seat very sensitive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X