For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નામ સરનામા વગરના ચૂટણી લક્ષી પ્રકાસનો પર પ્રતિબધ લગાવામાઁ આવી

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂ:ટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ અને સરનામાં વગરના ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે છાપી કે પ્રસિદ્ધ કર

|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ગાંધીનગર જિલ્લામાં સમગ્ર ચૂ:ટણી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ વ્યક્તિ મુદ્રણ સ્થળ અને પ્રકાશકનાં નામ અને સરનામાં વગરના ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે છાપી કે પ્રસિદ્ધ કરાવી શકશે નહીં. આ પ્રકારની ચૂં:ટણીલક્ષી સામગ્રી છપાવતા પૂર્વે પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મુદ્રકને આપ્યા બાદ જ કોઈ પણ વ્યક્તિ ચૂંટણીલક્ષી ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રી છાપી કે છપાવી શકાશે નહીં આ અંગેનું જાહેરનામું નિવાસી અધિક કલેક્ટર ભરત જોષી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

PRINT

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તારો માટે આગામી તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ મતદાન અને તા. ૮ ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાનાર છે. ત્યારે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાની કડક અમલવારી તથા પાલન થાય તે અત્યંત જરૂરી હોઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા સમગ્ર જિલ્લાના મુદ્રકોને ઉક્ત આદેશની જોગવાઈઓ મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ચૂંટણીને લગતાં ચોપાનિયાં, ભીંતપત્રો કે અન્ય સામગ્રીનું છાપકામ કરતી વખતે મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામા અચૂક દર્શાવવા જણાવવામાં આવ્યું છે.

આ માટે ચૂંટણીલક્ષી કોઈ પણ સામગ્રીનું મુદ્રણ હાથ ધરતાં પહેલાં મુદ્રકે ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલું નિયત નમૂના મુજબનું એકરાર પત્ર બે નકલમાં પ્રકાશક પાસેથી મેળવવાના રહેશે. એટલું જ નહીં, મુદ્રકે પણ ત્રણ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પણ છાપેલા દસ્તાવેજોની નકલ સાથે રજૂ કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર છ માસની સજા અથવા રૂ. ૨૦૦૦/- દંડને પાત્ર થશે તેમ જણાવવામાં આવ્યું છે. આ જાહેરનામું આગામી તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

English summary
Election materials cannot be printed without proof of identity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X