ગુજરાત વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે કોગ્રેસનું વિરોધ પ્રદર્શન
રાહુલ ગાધીનું સભ્યપદ રદ્દ થતા કોગ્રેસ આકરાપાણી છે. તેના દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા અને તેની બહાર બંને જગ્યાએ કોગ્રેસ દ્વારા અદાણી- મોદીને લઇને સરકાર પર ભીસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કાળા કપડા પહેરીને અદાણી-મોદી ભાઈ ભાઈ ના સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો. આજના સત્રની શરુઆત સાથે જ કોગ્રેસ દ્વારા વિરોધ શરુ કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસના સભ્યો દ્વારા વિધાનસભા ગૃહમાં વિરુદ્ધ દરમિયાન વેલમાં આવી ગયાા હતા. અધ્યક્ષ દ્વારા પોતાની જગ્યા પર બેસી જવા માટે ચેતવણી આપવા છતાં કોંગ્રેસના સભ્યો સુત્રોચ્ચાર ચાલુ રાખતા વિધાનસભાની અધ્યક્ષ શંકર ચૌધરીએ નિયમ 55 મુજબ એક દિવસ માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
વિધાનસભા ગૃહની શરૂઆત પહેલા કૉંગ્રેસના સભ્યો વિધાનસભાના મુખ્ય દ્વાર પાસે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુધ નારેબાજી કરી હતી. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અર્જુન મોઢવાડિયા જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો આ વિરોધમાં જોડાયા હતા
વિરોધને લઇને કોગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ભાજપના શાસનમાં લોકશાહી ખતમ કરીને તાનાશાહી આવી ગઇ છે. સરકાર આર્થિક રીતે સક્ષમ લોકોની મદદ કરી રહી છે. તેમજ લોકો કોઇ પણ ક્ષેત્રમાં વિરોધ ના કરી શતે તેવુ ચાલી રહ્યુ છે. એક બાજુ 130 કરોડ દેશ વાસીઓ અને બીજી બાજુ મિત્રોને સાચવામાં આવી રહ્યા છે. પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મીત્રના પ્લેનમાં ફરી રહ્યા છે.
દેશના તમામ લોકોના અવાજને દબવામાં આવી રહ્યો છે. દેશના ખેડુતોનો અવાજ હોય, મહિલાઓનો અવાજ હોય. કે અન્ય નાગરીકોનો અવાજ હોય તેમના બધાના અવાજને તબાવામાં આવી રહ્યા છે. આ કચડાયેલા લોકોનો અવાજ બનવાનો પ્રયાસ રાહુલ ગાંધી કરી રહ્યા છે.
વિશ્વનું સૌથી મોટુ સ્કેમ અદાણીનું સામે આવ્યુ છે. જેમા 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ ક્યાંથી આવ્યુ આ રોકાણ કોણે કર્યુ તે પ્રશ્ન રાહુલ ગાંધીએ કહ્યો છે. તેમજ રાહુલ ગાઁધી ઉપર ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે. સુરતમાં જે ચુકાદો આવ્યો તે કેસમાં યોગ્ય તપાસ કરવામાં નથી આવી ટેલા માટે કોર્ટનું ઉલંઘન કરવામાં આવ્યુ છે. બીજી તરફ સુરતના જજની બદલી પણ કરવામાં આવી છે. બીજા લોકો કરોડોની સંપત્તી લૂટી જાય ત્યારે કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવતી. રાલુ ગાંધી સાવરકર નથી તે સાચા ગાંધી છે. એટલે એક પણ ડગલુ પાછળ નથી ખસવાના
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યુ હતુ કે, જ્યારે બીજા લોકો દેશના કોરોની સંપતિ લૂડીને જતા રહે છે ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં નથી આવતી. ભાજપ સરકાર દ્વારા રાહુલ ગાંધી દ્વારા સામાન્ય લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમના અવાજને દબાવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા અદાણી મામલે ચેપીસી તપાસ કેમ કરવામાં નથી આવતી.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીને સુરતની કોર્ટમાં મોદી સમાજને લઇને આપવામાં આવેલા નિવેદન પર પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો દાવો કર્યો હતો. જેમા રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઇ હતી. જેથી લોકસભા સ્પીકર દ્વારા રાહુલ ગાંધીનું સભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
