ગોધરામાં સ્ટમ્પ વડે પતિએ કરી પત્નીની કારમી હત્યા
ગોધરા શહેરમાં રહેતા એક પુત્રના પિતાએ પોતાની પત્નીની સ્ટમ્પ વડે માથામાં મારીને બાથરૂમમાં હત્યા કરી નાખી હતી અને પોતાના પુત્રને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહેશે તો તે પુત્રને પણ મારી નાખશે હત્યા કર્યા બાદ પતિએ પોલીસ સ્ટેશન જઇ પત્નીની હત્યા થઈ હોવાનું જણાવ્યુ હતુ પરંતુ પોલીસ પૂછપરછમાં પતિએ પોતે હત્યા કરી હોવાની વાત આખરે કબૂલી હતી.

ગોધરાના સુવિધાનગર 3 માં ઘુપેન્દ્રસિંહ ગુમાનસિંહ રાઠોડ પોતાની પત્ની પુષ્પાબેન (ઉવ.35) તથા પુત્ર ધનંજય સાથે રહેતા હતા તેઓ મોરવા તાલુકાના વેડ માતરાય ગામે શિક્ષક છે તેમજ જિલ્લા પ્રાથમિક આચાર્ય સંઘમાં પ્રતિનિધિ તરીકે પણ કાર્યરત છે. જો કે તેમનો કેટલાંક સમયથી એક યુવતી સાથે આડો સબધ હતો તેના કારણે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા પણ થતા હતા.

શુક્રવારના રોજ આ અંગે રીશ રાખી પતિ ઘુપેન્દ્રસિંહે પત્નીને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં પત્ની ઉપર ક્રિકેટ રમવાના સ્ટમ્પ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આ અંગે પુત્ર ધનંજયે જણાવ્યુ હતું કે "હું રૂમમા હતો ત્યારે પપ્પાએ દરવાજો બંધ કરી દીધો અને મમ્મી બચાવોની બૂમો પડાતી હતી થોડી વાર બાદ મારા પિતા લોહી વાળા સ્ટમ્પ સાથે બહાર આવ્યા હતા. અને લોહી વાળું સ્ટમ્પ ફેંકી દેવા મને ધમકાવ્યો હતો. અને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે ક્ષણિક આવેગ એક પરિવારને હંમેશા માટે અલગ થલગ કરી દીધો તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઇ હતી.












Click it and Unblock the Notifications
