
અદાણી ગ્રીન એનર્જી કંપનીને કારણે પાકને નુકસાન, ફરિયાદ થઈ
ખેડૂતોને ચારો તરફથી માર પડી રહ્યો છે, એક તરફ કુદરત સાથ નથી આપી રહી, બીજી તરફ પાકમાં મહી, સુકારો જેવા રોગો હજારોની દવા છાંટી હોવા છતાં જવાનું નામ નથી લઈ રહ્યા અને ઉત્પાદન લીધા પછી પણ ભાગ્યે જ મજૂરી નીકળે તેટલું વળતર મેળવી શકતા હોય છે. એવામાં અદાણી ગ્રીન એનર્જી કંપનીમાંથી આવતા સીમેન્ટના રજકણોને કારણે પાકને નુકસાન થઈ રહ્યું હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.
Recommended Video

જણાવી દઈએ કે અબડાસાની બાંડિયા ગ્રામ પંચાયત દ્વારા આગામી 7મી માર્ચે એક સભા બોલાવવામાં આવી છે, જેમાં અદાણી ગ્રીનના અધિકારી પણ હાજર રહેશે. આ અધિકારીને પવન ચક્કી લગાડવાના તમામ માન્ય કાગળો લઈને હાજર રહેવા વિનંતી કરી છે. ગામના હુકુમત સિંહ જાડેજાએ તલાટીને લખેલા પત્રમાં આ મામલે રજૂઆત કરી છે અને જરૂરી કાગળો વિના જ જો પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યો હોય તો તે ગેરકાયદેસર ગણાવવાની માંગ કરી છે, ખેડૂતોનો દાવો છે કે કંપનીના પ્લન્ટની નજીક આવેલ ખેતરોમાં સિમેન્ટના રજકણો ઉડીને જતા હોવાથી કપાસના પાકને લાખોનું નુકસાન થયું છે.
ગાધીધામમાં પરિવારે કરી 19 વર્ષીય પુત્રીની હત્યા, યુવતીનું હતું અફેર