બાવળામાં પિતાએ કરી માતા-પુત્રીની નિર્મમ હત્યા, પિતા-પુત્રીના આડા સંબંધની આશંકા

Subscribe to Oneindia News

બાવળામાં ગત મોડી રાત્રે એક પિતાએ તેની પત્ની અને પુત્રીની કરપીણ હત્યા કરી હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પિતાએ પહેલા પત્નીની હત્યા કરી અને આ ઘટના પુત્રી જોઇ જતા તેની પણ નિર્મમ હત્યા કરી દીધી હતી. હત્યાનું કારણ પિતાને પુત્રી સાથે આડા સંબંધ હોવાની માતાને શંકા હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

murder


ઘટનાની વિગત એવી છે કે બાવળામાં શાંતિનગર વિસ્તારમાં રહેતા પ્રતાપ મેઘવાલ નામના વ્યક્તિને તેની પુત્રી સાથે આડા સંબંધ હોવાની શંકા જતા તેની પત્નીએ ગત મોડી રાત્રે ઝઘડો કર્યો હતો. બંને વચ્ચેની બોલાચાલી ઉગ્ર થઇ ગઇ હતી. વાત એટલી હદે વણસી ગઇ હતી કે પ્રતાપે તેની પત્નીની નિર્મમ હત્યા કરી દીધી હતી. તે જ સમયે પુત્રી આ સમગ્ર ઘટના નજરે જોઇ જતા પિતાએ પુત્રીનું પણ કાસળ કાઢી નાખ્યુ હતુ. હત્યા કર્યા બાદ તે ઘટના સ્થળેથી પલાયન થઇ ગયો હતો પરંતુ ગણતરીના કલાકોમાં જ તે પોલિસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલિસે આ ઘટના સંદર્ભે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
father kills wife and daughter cruely last night in bawla, ahmedabad
Please Wait while comments are loading...